નવા વેરિઅન્ટ સાથે કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન, US સહિત 11 દેશોમાં મળી હાજરી; વૈજ્ઞાનિકોમાં ચિંતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Coroana News Variant: કોરોના હજુ ખતમ થયો નથી અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ભવિષ્યમાં ખતરનાક સ્વરૂપ ધારણ કરીને વાપસી પણ કરી શકે છે. એવા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકામાં કોવિડ-19નો નવો વેરિઅન્ટ મળી આવ્યો છે, જેને લઈને વૈજ્ઞાનિકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વેરિઅન્ટ પહેલા કરતા વધુ સંક્રામક હોઈ શકે છે. સાથે જ તેની સામે વેક્સિન પણ બિનઅસરકારક બની શકે છે.

11 દેશોમાં જોવા મળી હાજરી

કોરોના વાયરસના નવા સ્ટ્રેન JN.1ની ઓળખ સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. હવે તેની હાજરી અમેરિકા સહિત 11 દેશોમાં જોવા મળી છે. એક મીડિયા રિપોર્ટમાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDCના નિવેદનને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. JN.1 વેરિઅન્ટને BA.2.86 વેરિઅન્ટ અથવા ‘પિરૌલા’નું વંશ પણ કહેવામાં આવે છે.

ઘણા દેશમાં મળી આવ્યા હતા દર્દીઓ

વાસ્તવમાં, પિરૌલા કોરોના વાયરસના ઓમિક્રોન સ્ટ્રેનનો મ્યૂટેટેડ વેરિએન્ટ હતો. વર્ષ 2021માં તેના વિશે જાણવા મળ્યું હતું. અમેરિકા, બ્રિટન, ચીન અને યુરોપના ઘણા ભોગામાં તેના દર્દીઓ મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે BA.2.86 અને JN.1માં માત્ર સ્પાઈક પ્રોટીનનો એક જ ફેરફાર થયો છે. વાયરસની સપાટી પર દેખાતી તીક્ષ્ણ સ્પાઇક્સ કોઈ મનુષ્યને સંક્રમિત કરવામાં મોટી ભૂમિકા ભજવે છે.

ADVERTISEMENT

વૈજ્ઞાનિકોને છે આ આશા

વૈજ્ઞાનિકો એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે કોવિડ-19ની 2023-2024ની અપડેટ થયેલી અને BA.2.86 સામે કામ કરતી વેક્સિન નવા વેરિઅન્ટ્સ પર પણ અસરકારક રહેશે. એટલે કે આ વેક્સિન આ વેરિઅન્ટ સામે કામ કરશે. અત્યાર સુધી અમેરિકામાં JN.1 અને BA.2.86 બંને જ કોમન અથવા સામાન્ય નથી. અહીં JN.1 ભાગ્યે જ કોઈ દર્દીમાં જોવા મળે છે.

શું છે લક્ષણો?

CDC અનુસાર, તાવ અને ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્નાયુઓમાં દુખાવો, માથામાં દુખાવો, સ્વાદ અને સૂંઘવાની શક્તિ પર અસર, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉલટી થવી, ઝાડા આ વેરિઅન્ટના લક્ષણો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT