બ્રિટનમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, WHO આવ્યું એક્શનમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે. એક નવું વેરિયન્ટ EG.5.1, જે જેન એરિસ તરીકે ઓળખાય છે તેણે આરોગ્ય અધિકારીઓને ચિંતામાં મૂક્યા છે. EG.5.1 વેરિઅન્ટ Omicron પરથી ઉતરી આવ્યો છે. તે ગયા મહિને યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત મળી આવ્યો હતો અને ત્યારથી દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું કે આ નવો પ્રકાર EG.5.1 પહેલીવાર જૂનમાં જોવા મળ્યો હતો. અને હવે તે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ અહેવાલ આપ્યો છે કે EG.5.1 નવા સાતમાંથી એક કોવિડ કેસનું કારણ બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને એશિયામાં વધતા કેસોને કારણે યુકેમાં તેના કેસ વધ્યા પછી 31 જુલાઈએ તેને નવા પ્રકાર તરીકે ક્લાસીફાઈ કરવામાં આવ્યું હતું.

UKHSAએ જણાવ્યું હતું કે અમને 3 જુલાઈ, 2023ના રોજ હોરાઇઝન સ્કેનિંગ દરમિયાન જ EG.5.1 વેરિઅન્ટમાંથી અમે જે જોખમનો સામનો કરી શકીએ છીએ તેના સંકેત મળ્યા છે. ત્યારથી અમે તેની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવાનું શરૂ કર્યું. યુકે ડેટામાં જીનોમની વધતી જતી સંખ્યા અને તમામ દેશોમાં તેના વધતા દરને કારણે, પાછળથી 31 જુલાઈ 2023 ના રોજ તેને મોનિટરિંગ સિગ્નલથી વેરિઅન્ટ V-23JUL-01 સુધી વધારવામાં આવ્યું. તેના નામકરણથી અમને તેના લક્ષણો અને અસરોના વિગતવાર અભ્યાસમાં મદદ મળી છે.

ADVERTISEMENT

UKHSA ઇમ્યુનાઇઝેશનના વડા ડૉ. મેરી રામસેએ કહ્યું કે અમે આ સપ્તાહના રિપોર્ટમાં કોવિડ-19 કેસમાં વધારો જોયો છે. અમે મોટાભાગના વય જૂથો, ખાસ કરીને વૃદ્ધો માટે હોસ્પિટલમાં એડમિટ થવાના કેસમાં થોડો વધારો જોયો છે. જો કે, દર્દીઓને દાખલ કરવાની ઝડપ ઓછી છે અને હાલમાં અમને ICUમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. અમે દરેક વસ્તુ પર નજીકથી નજર રાખીશું.

જાણો શું કરી ભલામણ

તેમણે વધુમાં ઉમેર્યું, નિયમિત અને સારી રીતે હાથ ધોવાથી તમને COVID-19 અને અન્ય બગ્સ અને વાયરસથી સુરક્ષિત કરવામાં મદદ મળે છે. જો તમને શ્વસન સંબંધી બીમારીના લક્ષણો હોય, તો અમે શક્ય હોય ત્યાં અન્ય લોકોથી દૂર રહેવાની ભલામણ કરીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબિયસે પણ કહ્યું હતું કે રસીના કારણે લોકો એકદમ સુરક્ષિત છે. પરંતુ કોઈ પણ દેશે કોરોના સામેની લડાઈ અને તકેદારી ઓછી કરવી જોઈએ નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT