Corona Alert: ભારત સહિત આ દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, WHO એ આપી ચેતવણી

ADVERTISEMENT

India about Corona
India about Corona
social share
google news

નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થય સંગઠને (WHO) દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1 અને ઇન્ફ્લૂએન્ઝા સહિત શ્વસન રોગોનાં સતત વધી રહેલા કેસને ધ્યાને રાખીને નિયમો કડક કરવા અને સર્વેલન્સ વધારવા માટેની અપીલ કરી છે. WHO એ લોકોને સુરક્ષાત્મક ઉપાય કરવા માટેની અપીલ કરી છે.

JN.1 ના કારણે જાહેર જોખમને ઓછુ જોખમ

સ્વાસ્થય એકમે કહ્યું કે, કોરોના વાયરસ વૈશ્વિક સ્તર પર પણ તમામ દેશો વિકસિત થઇ રહ્યા છે, બદલી રહ્યા છે અને ફેલાઇ રહ્યા છે. જો કે હાલના પુરાવા અનુસાર JN.1 વધારે જાહેર સ્વાસ્થયને ઓછું જોખમ છે. આપણે પ્રતિક્રિયા માટે તૈયાર રહેવું જોઇએ અને આ મામલે સતત નજર રાખવી જોઇએ.

દેશોએ વધારે કડક નિયંત્રણો રાખવાની જરૂર છે.

WHO ના દક્ષિણ-પૂર્વ એશિયાના ક્ષેત્રીય નિર્દેશક ડૉ. પુનમ ખેત્રપાલે કહ્યું કે, તેના માટે દેશો દ્વારા સર્વેલાન્સ અને સિક્વન્સિંગને વધારે મજબુત કરવાની જરૂર છે. હાલનાં જ દિવસોમાં JN.1 ના કિસ્સાઓમાં દેશમાં અનેક કેસ નોધાયા છે. આ વૈશ્વિક સ્તર પર ઝડપથી ફેલાયો છે. WHO એ તેના ઝડપથી વધતા પ્રસારને જોતા એક અલગ વેરિએન્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે.

ADVERTISEMENT

જાહેર સ્વાસ્થય અંગે પણ ચેતવણી વ્યક્ત કરી

JN.1 ના સીમિત ઉપલબ્ધ પુરાવાને ધ્યાનમાં રાખીને જાહેર સ્વાસ્થય જોખમની હાલની સ્થિતિ વૈશ્વિક સ્તર પર ખરાબ છે. આ અનુમાન લગાવાઇ રહ્યું છે કે, અન્ય વાયરલ અને બેક્ટેરિયલ સંક્રમણ ફેલાવાની વચ્ચે આ વેરિએન્ટ કોરોનાના કેસમાં વધારાનું કારણ બની શકે છે, ખાસ કરીને શિયાળો જે દેશોમાં શરૂ થઇ ચુક્યો છે અથવા થઇ રહ્યો છે તે દેશોએ વધારે ચેતવાની જરૂર છે.

કોવિડથી બચવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય

ડૉ. ખેત્રપાલસિંહે કહ્યું કે, જે લોકો વેકેશન મનાવવા માટે યાત્રા કરી રહ્યા છે. એકત્ર થઇ રહ્યા છે. ઘરમાં વધારે સમય વિતાવે છે તેમને સુરક્ષાત્મક ઉપાય કરવા જોઇએ. અસ્વસ્થય થવાની સ્થિતિમાં તત્કાલ ડોક્ટરની મદદ લેવી જોઇએ. ક્ષેત્રિય નિર્દેશે કોરોના અને ઇન્ફ્લૂએંજાની વિરુદ્ધ રસીકરણના મહત્વ અંગે પણ ભાર આપ્યો. WHO દ્વારા માન્ય તમામ રસી JN.1 શહિત તમામ વેરિયન્ટ માટે ખુબ જ જરૂરી અને અસરકારક છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT