રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે? સર્વેના આંકડા BJP-કોંગ્રેસ નેતાઓએ વાંચવા જ જોઇએ

ADVERTISEMENT

Rahul Gandhi Nyaay yatra Live Update
Rahul Gandhi Nyaay yatra Live Update
social share
google news

ABP CVoter Survey : લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે? એબીપી ન્યૂઝ-સી વોટરે આ અંગે એક સર્વે હાથ ધર્યો છે.

ABP CVoter Survey : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી મણિપુરથી મુંબઈ સુધી ભારત ન્યાય યાત્રા યોજાશે. આ મુલાકાત એવા સમયે થશે. જ્યારે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસને ભારત ન્યાય યાત્રાનો ફાયદો થશે?

જે જગ્યાએથી આ યાત્રા પસાર થશે ત્યાંથી લોકસભાની બેઠકો કોંગ્રેસને ફાયદો મળશે ? આ તમામ પ્રશ્નો પર એક સર્વે થયો છે જેના પરિણામો ખુબ જ ચોંકાવનારા પરિણામો છે.

ADVERTISEMENT

લોકોએ શું કહ્યું?

સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાથી 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે? આના પર 39 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો. જ્યારે 49 ટકા લોકોએ ના કહ્યું. આ સિવાય 12 ટકા લોકોએ કહ્યું કે તેઓ અત્યારે આ અંગે કંઈ કહી શકતા નથી.

શું રાહુલ ગાંધીની ‘ભારત ન્યાય યાત્રા’થી 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થશે?
હા- 39%
નહી- 49%
ખબર નથી – 12%

ADVERTISEMENT

ભારત ન્યાય યાત્રા ક્યાંથી પસાર થશે?

ભારત ન્યાય યાત્રા દરમિયાન અંદાજે 6,200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.

ADVERTISEMENT

ભારત જોડો યાત્રા અગાઉ કરવામાં આવી હતી

અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022થી 30 જાન્યુઆરી 2023 સુધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. આ યાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 75 જિલ્લાઓ અને 76 લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે તેમની મુલાકાતથી કોંગ્રેસને કર્ણાટક અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મળ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી, DMK અને JDU સહિત અનેક પાર્ટીઓનું વિપક્ષી ગઠબંધન છે. બીજી તરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) છે.

    follow whatsapp

    ADVERTISEMENT