‘3 દિવસમાં નોટિસ આપીને ઘરમાં એન્ટ્રી…’ રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસની કાર્યવાહી પર કોંગેસે ઉઠાવ્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં આપેલા નિવેદનને લઈને દિલ્હી પોલીસે રવિવારે સવારે રાહુલ ગાંધીના ઘરે દરોડા પાડ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી, અશોક ગેહલોત અને પવન ખેડાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, પોલીસ માત્ર ત્રણ દિવસમાં નોટિસ આપીને રાહુલ ગાંધીના ઘરે પહોંચી ગઈ છે. તે પણ 45 દિવસ પછી. શું આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે રાહુલ ગાંધી સરકારને મુશ્કેલ પ્રશ્નો પૂછી રહ્યા છે. આ હેરાનગતિ છે.

’45 દિવસ સુધી પોલીસ કંઈ ન બોલી, અચાનક જાગી ગઈ’
અભિષેક મનુસિંઘવીએ કહ્યું કે, 16 માર્ચે સવારે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી હતી અને તેમાં 2 પેજ જેટલા પ્રશ્નો હતા, જેમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા દરમિયાન તેમને મળ્યા હતા તેવા લાખો લોકોની વિગતો આપવાનું કહેવામાં આવ્યું હતું. અમારો સવાલ એ છે કે તમે કેટલી પાર્ટીઓને આ પ્રકારનો સવાલ પૂછ્યો છે. મને નથી લાગતું કે છેલ્લા 70 વર્ષમાં કોઈ રાજકીય અભિયાનમાં આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય. નવાઈની વાત તો એ છે કે 45 દિવસ સુધી પોલીસ કંઈ બોલતી ન હતી અને અચાનક પોલીસ જાગી ગઈ. આ બદલો લેવાની કાર્યવાહી છે.

ગેહલોતે કહ્યું- કોઈને પણ છોડશું નહીં
આ દરમિયાન અશોક ગેહલોતે કહ્યું કે, દિલ્હી પોલીસ ઉપરથી સિગ્નલ વિના આવું કરી શકે નહીં. આજની ઘટનાઓ વિશ્વાસની બહાર છે. હિટલર પણ પહેલા ખૂબ જ લોકપ્રિય હતો, બધાએ જોયું કે પછી ત્યાં શું થયું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી બોલતા રહેશે. અમે કોઈને છોડીશું નહીં. દેશમાં આ દિવસોમાં એજન્સીએ તાંડવ મચાવ્યો છે.

ADVERTISEMENT

ગેહલોતે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આખો દેશ ડરી ગયો છે. આ લોકો હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે. ભાજપ ખોટા વચનો આપીને સત્તામાં આવી. હું નથી માનતો કે દિલ્હી પોલીસ આ કામ જાતે કરી શકે. તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી છું. હું લોકોને સતત મળું છું, રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રા દરમિયાન દેશભરમાં પ્રવાસ કર્યો હતો. તેમણે અમને દેશની વાસ્તવિકતાથી વાકેફ કર્યા છે. ગેહલોતે કહ્યું કે, દેશમાં જે પ્રકારની સ્થિતિ છે, શું તમને લાગે છે કે દેશમાં કાયદાનું શાસન છે. હવે તેઓ કર્ણાટક હોય કે મહારાષ્ટ્ર સરકારને તોડવા લાગ્યા છે. રાજસ્થાનમાં પણ તેમણે સરકારને નીચે લાવવામાં કોઈ કસર છોડી ન હતી.

અદાણી મુદ્દા પરથી ધ્યાન હટાવવા કાર્યવાહી કરાઈ રહી છે
જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, અદાણીના મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. જ્યારથી 16 પાર્ટીઓ એક સાથે JPCની માંગ ઉઠાવી રહી છે, ત્યારથી રાહુલ ગાંધી નિશાના પર છે. ત્યારથી તેમના લંડનના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પ્રતિશોધની કાર્યવાહી ચાલુ રહેશે ત્યાં સુધી વચ્ચેનો રસ્તો શક્ય નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT