'પિતાના નિધન પર થયો હતો તેવો અનુભવ આજે થઈ રહ્યો', વાયનાડમાં પીડિતોને મળીને બોલ્યા રાહુલ ગાંધી
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં 289 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે કેરળ પહોંચ્યા હતા.
ADVERTISEMENT
Wayanad Landslides: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ભૂસ્ખલનને કારણે ચાર ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને અત્યાર સુધીમાં 289 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે કેરળ પહોંચ્યા હતા.
બંનેએ વાયનાડ જિલ્લાના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સ્થાપિત વિવિધ રાહત શિબિરોની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારોને મળ્યા. આ દરમિયાન રાહુલે કહ્યું કે, આજે તેમને એવો જ અનુભવ થઈ રહ્યો છે જેવો તેણે પિતા રાજીવ ગાંધીના નિધન પર થયો હતો. તેમણે કહ્યું કે, આ સમયે મારી રુચિ રાજકારણમાં નથી પરંતુ વાયનાડના લોકોમાં છે.
અમે મદદ કરવાના પ્રયાસ કરીશું : રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'વાયનાડ, કેરળ અને દેશ માટે આ એક ભયાનક દુર્ઘટના છે. અમે અહીં પરિસ્થિતિ જોવા આવ્યા છીએ. કેટલા લોકોએ તેમના પરિવારના સભ્યો અને ઘર ગુમાવ્યા છે તે જોવું દુઃખદાયક છે.
ADVERTISEMENT
રાહુલે કહ્યું, 'અમે મદદ કરવાનો પ્રયાસ કરીશું અને એ સુનિશ્ચિત કરીશું કે બચી ગયેલા લોકોને તેમનો અધિકાર મળે. તેમાંથી ઘણા સ્થળાંતર કરવા માંગે છે. અહીં ઘણું બધું કરવાની જરૂર છે. હું ડોકટરો, નર્સો, વહીવટીતંત્ર અને સ્વયંસેવકોનો આભાર માનું છું.
'પિતાના નિધન પર થયો હતો તેવો અનુભવ થઈ રહ્યો'
રાહુલ ગાંધીએ કહ્યું, 'મારા માટે આ ચોક્કસપણે રાષ્ટ્રીય આપત્તિ છે. ચાલો જોઈએ સરકાર શું કહે છે. મને નથી લાગતું કે રાજકીય મુદ્દાઓ પર વાત કરવાનો આ સમય છે. અહીંના લોકોને મદદની જરૂર છે. હવે દરેકને મદદ મળે તેની ખાતરી કરવાનો સમય આવી ગયો છે. મને અત્યારે રાજકારણમાં રસ નથી. મને વાયનાડના લોકોમાં રસ છે.
ADVERTISEMENT
તેણે કહ્યું, 'આજે મને પણ એવું જ લાગે છે જેવું મારા પિતાનું અવસાન થયું હતું. અહીં લોકોએ માત્ર પિતાને જ નહીં પરંતુ સમગ્ર પરિવારને ગુમાવ્યો છે. આ લોકોના આદર અને સ્નેહના આપણે બધા ઋણી છીએ. આ સમયે સમગ્ર દેશનું ધ્યાન વાયનાડ તરફ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે વાયનાડમાં રોકાશે.
ADVERTISEMENT
'પીડિતોના દર્દની કલ્પના પણ કરી શકાતી નથી'
પ્રિયંકાએ કહ્યું, 'આજે અમે આખો દિવસ પીડિતોને મળવામાં વિતાવ્યો. આ એક મોટી દુર્ઘટના છે. લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે તેની આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ. અમે તેમને મદદ કરવા માટે અહીં છીએ. હિમાચલ પ્રદેશમાં પણ એક મોટી દુર્ઘટના બની છે. આવતીકાલે અમે આયોજન કરીશું કે અમે કેવી રીતે મદદ કરી શકીએ, ખાસ કરીને એવા બાળકો કે જેઓ હવે એકલા રહી ગયા છે.'
ADVERTISEMENT