કોંગ્રેસી નેતાના 6 વર્ષના ભત્રીજાની અપહરણ બાદ હત્યા, 4 કરોડની ખંડણી માંગ્યા બાદ હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહુ : MP ના મહુમાં કોંગ્રેસના નેતાના 6 વર્ષના ભત્રીજાનું અપહરણ કર્યા બાદ હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ હતી. બાળકનો મૃતદેહ પુલ નીચેથી મળી આવ્યો હતો. હત્યા પહેલા અપહરણકર્તાઓએ બાળકના પરિવારને ફોન કરીને 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. હાલ તો આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે. જેમાં આરોપી બાળકને લઇ જતા જોઇ શકાય છે.

મોમાં ડુચો મારીને ગળુ દબાવી હત્યા કરી દીધી હોવાનું ડોક્ટર્સનું તારણ
બાળકના મોત અંગે ડોક્ટરે જણાવ્યું કે, મોમાં કપડું ભર્યા બાદ તેના ગળેટુંપો આપીને તેની હત્યા કરી દેવામાં આવી છે. આ મુદ્દે હવે કિશનગંજ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરીને 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. બંન્ને આરોપીઓ પરિવાર સાથે સંબંધો ધરાવે છે. કોંગ્રેસી નેતા વિજેન્દ્રસિંહ ચૌહાણના નાના ભાઇ જિતેન્દ્રસિંહ ચૌહાણનો પુત્ર હર્ષ (ઉં.વ 6) રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરેથી જ અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

ઓવરબ્રિજની નીચેથી બાળક મૃત હાલતમાં મળી આવ્યો
પરિવારે કલાકો સુધી તપાસ કરી હતી. જો કે તે ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ બાળકને શોધી રહી હતી ત્યારે અચાનક રાત્રે માંડલ ગામના એક પુલ નીચેથી બાળકની લાશ મળી આવી હતી. બાળકનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો. સોમવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT