કોંગ્રેસના નેતા ચેતન રાવલ જોડાયા AAPમાં
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નનજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર ચેતન…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નનજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને આમ આદમી પાર્ટીમાં જોડાય છે. ચૂંટણી સમયે કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ રહી છે ત્યારે વધુ એક કોંગ્રેસના નેતાએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. અમદાવાદ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા ચેતન રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
સમગ્ર દેશમાં અને ગુજરાતમાં વિશેષ જે સમસ્યાઓ છે મોંઘવારી, બેરોજગારી, સ્વાસ્થ્ય શિક્ષણ ને લગતા પ્રશ્નોને વાચા આપવામાં અને નિરાકરણમાં ભાજપ સદંતર નિષ્ફળ નિવડી છે. કમનસીબે કોંગ્રેસ આ મુદ્દોઓ પર પરિણામ નથી આપી શકી. અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ બે રાજ્યોમાં જોયો. જે ઠોસ રીતે લોક ઉપયોગી કામોનો જે અભિગમ છે તેને સાકાર કરવા અમે આપમાં જોડાઈ છીએ.ગુજરાતની સમજુ પ્રજા આ વખતે અરવિંદ કેજરીવાલે જે પ્રજાના પ્રશ્નોને લઈને તેમણે જે નેમ લીધેલી છે ,તે જનતા અરવિંદ કેજરીવાલને ખોબે-ખોબે આશીર્વાદ આપશે.
ADVERTISEMENT
ગુજરાતના લોકો ભાજપના શાસનથી ખુબ થાકી ગયા છે. એ સંજોગોમાં કોંગ્રેસ પણ ભાજપને હટાવી લોક જાગૃતિ કેળવી નથી શકી. લોકોનો વિશ્વાસ નથી જીતી શકી એટલે કોંગ્રેસના સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા
ADVERTISEMENT