કોંગ્રેસ નેતાએ અતીક અહેમદને ‘શહીદ’ બતાવી ભારત રત્નની માંગ કરી, પોલીસ FIR નોંધી કસ્ટડીમાં લીધા
પ્રયાગરાજ: પ્રયાગરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે આવી માંગ કરી હતી, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ…
ADVERTISEMENT
પ્રયાગરાજ: પ્રયાગરાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં યુપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે આવી માંગ કરી હતી, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કોંગ્રેસના કાઉન્સિલર પદના ઉમેદવાર રાજકુમાર ઉર્ફે રજ્જુ ભૈયાએ માફિયા અતીક અહેમદને શહીદ બતાવ્યો.
અતીકની કબર પર જઈને તિરંગો ઓઢાડ્યો
એટલું જ નહીં કોંગ્રેસના ઉમેદવારે અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગ પણ કરી. આ સાથે જ અતીકની કબર પર પહોંચીને તિરંગાને ઓઢાડીને સલામી પણ આપી હતી. વીડિયોમાં રાજકુમાર કહેતા જોવા મળે છે કે તે અતિકને શહીદ તરીકેનો દરજ્જો અપાવશે. વીડિયો વાયરલ થતાં જ પાર્ટીએ તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
પોલીસે રાજકુમાર વિરુદ્ધ નોંધી FIR
આ ઘટના સામે આવ્યા બાદ પ્રયાગરાજ પોલીસે પ્રયાગરાજ મનપાની ચૂંટણીમાં ઉમેદવાર રાજકુમાર વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે રાજકુમારને પોતાની કસ્ટડીમાં લીધો છે. રાજકુમારે અતીક અને અશરફની કબરો પર જઈને ત્રિરંગો ધ્વજ લગાવ્યો અને બંનેને અમર બતાવ્યા હતા.
ADVERTISEMENT
15 એપ્રિલ અતીક અહેમદની કરાઈ હત્યા
આપને જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવતા સમયે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ પછી પોલીસે ઘટનાસ્થળેથી ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી. 16 એપ્રિલના રોજ, અતીક-અશરફને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT