‘રાષ્ટ્રપત્ની’ મુદ્દે હોબાળો, સંસદના બંન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અંગે કોંગ્રેસનાં નેતા અધીર રંજન અશોભનીય ટિપ્પણી બાદ કહ્યું કે મારાથી ભુલમાં શબ્દો ઉચ્ચારાઇ ગયા હતા. આ મુદ્દાને ભાજપ…
ADVERTISEMENT
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અંગે કોંગ્રેસનાં નેતા અધીર રંજન અશોભનીય ટિપ્પણી બાદ કહ્યું કે મારાથી ભુલમાં શબ્દો ઉચ્ચારાઇ ગયા હતા. આ મુદ્દાને ભાજપ ખોટી રીતે મુદ્દો બનાવી રહ્યું છે અને વિવાદ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ પાસે હવે કોઇ મુદ્દા નથી જેથી તે હવે મુદ્દાઓ પેદા કરે છે. મે કાલે જ મીડિયા કર્મચારીઓને કહ્યું હતું કે, ભુલથી આ શબ્દ બોલાઇ ગયો હતો. અધીર રંજન ચૌધરીનાં નિવેદન મુદ્દે ભાજપ દ્વારા સોનિયા ગાંધી પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે કહ્યું કે, નેતાઓ આ નિવેદન માટે માફી માંગી છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્યો બચાવ
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ અધી રંજન ચૌધરીના નિવેદન અંગે કહ્યું કે, તેમણે ગ્રામેટિકલી ભુલ કરી છે, કોઇ ઇરાદાપૂર્વક આ કર્યું નથી. જો તેમની ભાષામાં કોઇ ભુલ હોય તો આટલા મોટા સ્તરે હોબાળો કરવો ખોટી વાત છે. તમે અગ્નિપથ જેવા રાષ્ટ્રના સળગતા મુદ્દાઓ પર જવાબ નથી આપી રહ્યા અને આવા નાનકડા મુદ્દાને મોટો બનાવીને હોબાળો કરી રહ્યા છો.
ADVERTISEMENT
મોટા મુદ્દાઓને ભુલાવવા માટે ભાજપ સ્ટંટ કરી રહી છે
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજનની રાષ્ટ્રપતિ અંગે કરાયેલી ટિપ્પણી મુદ્દે ખુબ જ હોબાળો થયો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને માફી માંગવા માટેની માંગ કરી હતી. સમૃતિ ઇરાનીએ માંગ કરી કે, દેશના ગરીબ લોકો અને આદિવાસીઓની ચૌધરી અને કોંગ્રેસે મજાક ઉડાવી છે તેમની માફી માંગવી જોઇએ. ભારે હોબાળા બાદ બંન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT