ગુજરાતમાં જાતી આધારિત વસ્તી ગણતરી કરાવવાની કોંગ્રેસની માંગ, રાજ્યમાં અસમાનતાને દુર કરવા ડેટા જરૂરી
અમદાવાદ : હાલમાં જ બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલી જાતિ આધારિત વસતી ગણતરીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. બિહારમાં જાતી આધારિત વસ્તી ગણતરીમાં કુલ વસ્તી…
ADVERTISEMENT
અમદાવાદ : હાલમાં જ બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલી જાતિ આધારિત વસતી ગણતરીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. બિહારમાં જાતી આધારિત વસ્તી ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડ કરતા વધારે છે. રાજ્યમાં પછાત વર્ગની કુલ વસ્તી 27.31 ટકા છે. જ્યારે અત્યંત પછાત વર્ગની વસ્તી 36.01 ટકા છે. બીજી તરફ સામાન્ય વર્ગની 15.52 ટકા છે. બિહાર દ્વારા જાહેર કરાયેલા જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાને પગલે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી
આ બાબતે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાત સરકાર પાસે જાતી આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોંગ્રેસે માંગ કરી છે કે, વસ્તી અનુસાર ભાગીદારી હોવી જોઇએ. 2011 માં કાસ્ટ સેન્સર્સ અનુસાર સામાજીક રીતે વસ્તી ગણતરી કરવામાં આવી છે. જાતિ આધારીત વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર ન થાય તે માટે ધાર્મિક આંકડાઓ જાહેર કરીને રાજકીય લાભ લેવામાં આવે છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને નજરઅંદાજ કરવામાં આવે છે. અસમાનતા દુર કરવા જાતિ આધારિત ડેટા ખુબ જ જરૂરી છે.
કોર્ટમાં જવા છતા જાતી આધારિત વસ્તી ગણતરી નહોતી અટકાવાઇ
કેટલાક લોકો દ્વારા રાજકીય એજન્ડા લાભ અનુસાર અનામતની જાહેરાત કરાઇ હતી. કર્ણાટક, ઓરિસ્સામાં જાતિ આધારિત વસ્તી ગણતરીના પ્રયાસો થયા છે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઇ છે. કોર્ટમાં જવા છતા જાતિ આધારિત વસ્તી ગણતરી અટકાવાઇ નહોતી. બિહારમાં વસ્તી ગણતરી બાદ સામે આવ્યું કે, SC-ST અને OBC સમાજની વસ્તીમાં વધારો થયો છે.
ADVERTISEMENT
બિન અનામર વર્ગના લોકોને વસ્તી ગણતરીથી ફાયદો થશે
નોકરી સંસાધનો અને રાજકીય ભાગીદારી મળતી નથી. બિહાર સરકારની જેમ ગુજરાત સરકારે પણ જાતી આધારિત વસ્તી ગણતરી કરવી જોઇએ. જેના પગલે બિન અનામત વર્ગના લોકોને વસ્તી ગણતરીથી ફાયદો પહોંચશે. ગુજરાત સરકાર તત્કાલ જાતી આધારિત વસ્તી ગણતરી કરાવે તેવું કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ તરફથી માંગ કરી છે.
ADVERTISEMENT