Lok Sabha 2024: Congress ની પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ પર લાગી મહોર, રાહુલ ગાંધી અહીંથી લડશે ચૂંટણી
Lok Sabha elections: Congress releases first list: લોકસભા ચૂંટણી 2024 માટે રાકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ ધીમે ધીમે રજૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની આજે બેઠક મળી હતી. જેમાં છત્તીસગઢ, કેરળ અને અન્ય ઘણા રાજ્યોમાં લગભગ 40 સીટો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે.
ADVERTISEMENT
Lok Sabha elections: Congress releases first list: લોકસભા ચૂંટણી 2024 માટે રાકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ ધીમે ધીમે રજૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની આજે બેઠક મળી હતી. જેમાં છત્તીસગઢ, કેરળ અને અન્ય ઘણા રાજ્યોમાં લગભગ 39 સીટો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય ઉમેદવારો અને SC-ST અને OBC કેટેગરીના 24 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.
રાહુલ ગાંધી અહીંથી લડશે ચૂંટણી
કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધીનું નામ પણ આ ઉમેદવારોમાં સામેલ છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સમિતિમાં સામેલ અન્ય ઘણા નેતાઓ, સંબંધિત રાજ્યોના પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. ખડગેની અધ્યક્ષતામાં CECની બેઠકમાં ચર્ચા દરમિયાન 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 60 લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.
જાણો ઉમેદવારોની યાદી
ADVERTISEMENT
ADVERTISEMENT