ચિદમ્બરમ, જયરામ રમેશ, જીગ્નેશ મેવાણી… કોંગ્રેસે 16 નેતાઓની બનાવી કમિટી, લોકસભાની ચૂંટણી માટે તૈયાર કરશે મેનિફેસ્ટો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Lok Sabha Election 2024: આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 16 નેતાઓની એક કમિટી બનાવી છે. આ કમિટી આગામી લોકસભાની ચૂંટણી માટેનો ઢંઢેરો (મેનિફેસ્ટો) નક્કી કરશે. કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહ દેવને કમિટીના સંયોજક બનાવવામાં આવ્યા છે.

કમિટીમાં 14 નેતાઓને અપાયું સ્થાન

આ કમિટીમાં પી ચિદમ્બરમ અને ટીએસ સિંહ દેવ ઉપરાંત 14 વધુ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, આનંદ શર્મા, જયરામ રમેશ, શશિ થરૂર, ગૌરવ ગોગોઈ, પ્રવીણ ચક્રવર્તી, ઈમરાન પ્રતાપગઢી, કે રાજુ, ઓમકાર સિંહ મરકામ, રંજીત રંજન, જીગ્નેશ મેવાણી અને ગુરદીપ સપ્પલનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

કોંગ્રેસે શરૂ કર્યું છે ક્રાઈડફંડિંગ અભિયાન

તમને જણાવી દઈએ કે, ત્રણ રાજ્યોમાં મળેલી હાર બાદ કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. તાજેતરમાં કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે સંસાધનો એકત્ર કરવા માટે ક્રાઉડફંડિંગ અભિયાન ‘ડોનેટ ફોર દેશ’ શરૂ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 1.38 લાખ રૂપિયાનું દાન આપીને પાર્ટીના ઓનલાઈન ક્રાઉડફંડિંગ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

મહાત્મા ગાંધીનું આપ્યું ઉદાહરણ

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના સમર્થકોને અપીલ કરી હતી કે તેઓ ‘શ્રેષ્ઠ ભારતના નિર્માણના પ્રયાસો’માં સહયોગ આપવા માટે દાન આપે. મલ્લિકાર્જુન ખડગેએ આ તકે કહ્યું હતું કે આ પહેલીવાર છે, જ્યારે કોંગ્રેસ લોકો પાસેથી દેશ માટે દાન માંગી રહી છે. તેમણે કહ્યું હતું કે, જો તમે માત્ર અમીર લોકો પર નિર્ભર થઈને કામ કરો છો, તો તમારે તેમની નીતિઓનું પાલન કરવું પડશે. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જનતા પાસેથી દાન લીધું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT