કોંગ્રેસની જાહેરાત: સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના સીએમ, શિવકુમાર ડેપ્યુટી સીએમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આખરે  આ સસ્પેન્સનો અંત આવ્યો હતો. સિદ્ધારમૈયા સીએમ તરીકે ચૂંટાયા છે. ખડગેએ વિપક્ષી નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ તમામ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે કે સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે ડીકે શિવકુમાર કર્ણાટકના એકમાત્ર ઉપમુખ્યમંત્રી હશે. તેમણે વધુમાં કહ્યું કે શિવકુમાર સંસદીય ચૂંટણીના અંત સુધી પીસીસી પ્રમુખ તરીકે ચાલુ રહેશે. 20 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે તે દિવસે મંત્રીઓનું એક જૂથ પણ શપથ લેશે.

ડીકે શિવકુમાર વર્ષ 2024 સુધી પ્રદેશ અધ્યક્ષ
ગુરુવારે કર્ણાટકના સીએમની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. સિદ્ધારમૈયા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હશે. જ્યારે ડીકે શિવકુમાર વર્ષ 2024 સુધી પ્રદેશ અધ્યક્ષ રહેશે.

ADVERTISEMENT

પરમેશ્વરા હાઈકમાન્ડથી નારાજ
સિદ્ધારમૈયાની પાછલી સરકારમાં ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા જી પરમેશ્વરાએ હાઈકમાન્ડના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કર્ણાટકમાં દલિત સીએમની માંગ ઘણી વધારે હતી. પરંતુ આવું ન થયું. દલિત સમાજને નુકસાન થયું છે. હું સરકાર પણ ચલાવી શકતો હતો. જો સીએમ ન હોત તો કમ સે કમ મને ડેપ્યુટી સીએમ બનાવવો જોઈતો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT