PM મોદી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, TMC સાંસદે કહ્યું તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો

ADVERTISEMENT

Complain Against PM Modi in election Comission
પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
social share
google news

નવી દિલ્હી : તૃણમુલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સાંકેત ગોહેલે પીએમ મોદીની તસ્વીર શેર કરીને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા સાંસદે દાવો કર્યો કે, પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. જે સ્પષ્ટ રીતે આચારસંહિતાનો ભંગ છે. તેઓ ચૂંટણીનો પ્રચાર કરવા માટે આંધ્રપ્રદેશ ગયા હતા. જેથી એરફોર્સના હેલિકોપ્ટરનો તેઓ ઉપયોગ કરી શકે નહી. 

સાંસદે પીએમ મોદી તથા ફરિયાદ બંન્નેની તસ્વીરો ટ્વીટ કરી

સાંસદે સમાચાર એજન્સી PTI દ્વારા ટ્વીટ કરાયેલી કેટલીક તસ્વીરોના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. જેમાં જોઇ શકાય છે કે, પીએમ મોદીને કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓ રિસિવ કરી રહ્યા છે. તેઓ ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતા જોઇ શકાય છે. આ ઉપરાંત તેઓએ પોતે કરેલી ફરિયાદની કોપી પણ ટ્વીટ કરી છે. 

ઇંદિરા ગાંધી પણ આવા કારણથી ડિસક્વોલિફાઇ થઇ ચુક્યા છે

ટ્વીટમાં સાંસદે ઉલ્લેખ કર્યો કે, પીએમ મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેઓએ પોતાના ચૂંટણી પ્રચાર માટે ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર વાપર્યું છે. આ અંગે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 1975 માં આવા જ કારણથી ઇંદિરા ગાંધીને પણ ડિસક્વોલિફાઇ કરી દેવાયા હતા. સમગ્ર મામલો હાલ તો હાઇપ્રોફાઇલ બન્યો છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT