કોમનવેલ્થઃ ભારતીય મહિલા ટીમે લોન બોલ્સ ગેમમાં ગોલ્ડ જીત્યો, SAને 17-10થી હરાવી ઈતિહાસ રચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બર્મિંગહામઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. લોન બોલ્સ ઈવેન્ટની ફાઈનલ મેચમાં ભારતે દ.આફ્રિકાને માત આપી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. 92 વર્ષના ઈતિહાસમાં ભારતે પહેલીવાર આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.

SAને 17-10થી હરાવ્યું
મહિલાઓની લોન બોલ્સ ગેમમાં ઈન્ડિયન ટીમે લવલી ચૌબે, પિંકી, નયાનમોની સાઈકિયા, રૂપા રાની સામેલ રહ્યા હતા. જેમણે સતત સારૂ પ્રદર્શન કર્યું અને દેશ માટે મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતે દ.આફ્રિકાને 17-10થી માત આપી દીધી છે.

અઢી કલાક ગેમ ચાલી
ભારતીય મહિલા ટીમે લોન બોલ્સની રોમાંચક રમતમાં ઘણા ઉતાર-ચઢાવ પછી જીત મેળવી હતી. સૌથી પહેલા ઈન્ડિયન ટીમે લીડ મેળવી લીધી હતી પરંતુ દક્ષિણ આફ્રિકાએ એવું કમબેક કર્યું કે ગેમમાં ભારત બેકફુટ પર જતું રહ્યું હતું. જોકે ત્યારપછી મહિલાઓએ શાનદાર પ્રદર્શન દાખવી 17-10થી આ મેચ જીતી લીધી છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડલની સંખ્યા અત્યારે 10 થઈ ગઈ છે, જેમાંથી 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ સામેલ છે.

ADVERTISEMENT

શ્રીશંકર મુરલી અને મોહમ્મદ અનીસની ફાઈનલમાં એન્ટ્રી
ઈન્ડિયન લોંગ જમ્પર શ્રીશંકર મુરલી અને મોહમ્મદ અનીસ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે. શોટપુટ વિમેન્સમાં પણ મનપ્રીતે મેડલ રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. મેન્સ લોન્ગ જંપ સ્પર્ધાના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કેરળના શ્રીશંકરે પ્રથમ જમ્પમાં 8.05 મીટર સુધી લોન્ગ જંપ કરી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે જ સમયે, મોહમ્મદ અનીસે 7.68 મીટરના જમ્પ સાથે 8મું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમજ શોટ પુટર મનપ્રીત 16.98 મીટર સાથે 7મા ક્રમે રહ્યો હતો.

લોન બોલ ગેમ કેવી રીતે રમાય છે?
આ એક આઉટડોર ગેમ છે જેમાં એક બોલ મેદાન પર ફેંકવામાં આવે છે. એટલે કે આ બોલને રોલ કરી ખેલાડીઓ દ્વારા આગળ મોકલાતો હોય છે. આ બોલ રબર, લાકડુ અને અન્ય સમાગ્રીથી બનેલો હોય છે. જેનું વજન 1.59 કિલોગ્રામ હોય છે. આ દરમિયાન ખેલાડીઓએ બોલને જેક (ટાર્ગેટ) સુધી પહોંચાડવામાં આવે છે. આ જેકની લંબાઈ 23 મીટર હોય છે. આ ગેમ મોટાભાગે ફ્લેટ લોન પર રમાય છે. જેનો આકાર લગભગ 37-38 મીટર સુધી હોય છે.

ADVERTISEMENT

ટોસ મહત્ત્વપૂર્ણ હોય છે…
આ ગેમમાં જે ટીમ ટોસ જીતી છે એને સૌથી પહેલા જેક બોલને રોલ કરવો પડે છે. જ્યાં આ બોલ રોલિંગ કરતો અટકી જાય છે ત્યાંથી થ્રોઈંગ બોલ રોલ થાય છે. 2 ખેલાડીને એક-એક એન્ડ પરથી બોલ રોલ કરવાની તક મળે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT