કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો, AIIMSમાં સારવાર હેઠળ
દિલ્હીઃ કોમેડી જગતના કિંગ રાજૂ શ્રીવાસ્તવની જીમમાં વર્કઆઉટ કરતા સમયે અચાનક તબિયત બગડી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજૂ શ્રીવાસ્તવને અચાનક…
ADVERTISEMENT
દિલ્હીઃ કોમેડી જગતના કિંગ રાજૂ શ્રીવાસ્તવની જીમમાં વર્કઆઉટ કરતા સમયે અચાનક તબિયત બગડી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજૂ શ્રીવાસ્તવને અચાનક ગભરામણ થવા લાગી હતી અને ત્યારપછી પ્રાથમિક ઉપચાર કામ ન આવતા તેમને દિલ્હીની સરકારી હોસ્પિટલ એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એમના ભાઈ અને PR ટીમે કંફર્મ કર્યું છે કે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો છે.
જાણો સમગ્ર ઘટનાક્રમ…
રાજૂ શ્રીવાસ્તવ હોટલના જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને અચાનક ગભરામણ થવા લાગી અને તબિયત બગડી ગઈ હતી. તેવામાં એક્સરસાઈઝ દરમિયાન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જેના પરિણામે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતા.
રાજુ શ્રીવાસ્તવનાં PR ઓફિસર અજીત સક્સેનાએ જણાવ્યું છે કે કેટલાક દિગ્ગજ નેતાઓને મળવા માટે રાજુ શ્રીવાસ્તવ દિલ્હી રોકાયા હતા. તેવામાં સવારે જીમમાં વર્કઆઉટ કરતા સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો.
ADVERTISEMENT
ફેન્સે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
રાજૂ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ્ય માટે ફેન્સે પ્રાર્થના કરી હતી. નોંધનીય છે કે રાજૂ શ્રીવાસ્તવ એક ફેમસ કોમેડિયન છે અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન પણ છે. તેઓ નાનપણથી જ કોમેડિયન બનવા માગતા હતા, તેમણે શરૂઆતી કારકિર્દી દરમિયાન સ્ટેજ શોઝ કરીને પોતાનું નામ બનાવ્યું છે.
ADVERTISEMENT