CM હોય તો આવા! ટ્રાફીકમાં ફસાયેલા દર્દીને પોતાનું હેલિકોપ્ટર આપી દીધું, પોતે સડક માર્ગે નિકળ્યાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચંડીગઢ : હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ આજે ચંબા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેમને ચંબાથી શિમલા માટે હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરી રહ્યા હતા. જો કે બરફવર્ષાના કારણે તેમને એમ્બ્યુલન્સમાં જઇ રહેલા એક ગંભીર દર્દીને પોતાનું હેલિકોપ્ટર આપી દીધું હતું. ત્યાર બાદ રોહિત નામના દર્દીને તત્કાલ કાંગડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી સુક્ખુ પોતે શિમલા સુધી મુસાફરી કરી હતી.

મુખ્યમંત્રીના કારણે આજે મારો ભાઇ બચી ગયો
આ મુદ્દે દર્દીઓના ભાઇ પ્રીતમ લાલે કહ્યું કે, હું મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમણે મારા ભાઇની તબિયત ખરાબ થવા દરમિયાન તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે પોતાનું હેલિકોપ્ટર આપી દીધું હતું. ત્યાર બાદ ભાઇ યોગ્ય સમયે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા. જેના કારણે મારા ભાઇનો જીવ બચી ગયો હતો.

હોસ્પિટલની સામે હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું
હોસ્પિટલ પહોંચ્યા બાદ સમગ્ર મેડિકલ સ્ટાફે તત્પરતા દેખાડતા સારવાર શરૂ કરી. આ મુદ્દે હોસ્પિટલ પ્રબંધને કહ્યું કે, મુખ્યમંત્રીના હેલિકોપ્ટર દ્વારા દર્દીને સારવાર માટે અમારી પાસે લવાયો હતો. તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દીની સારવારનો સંપુર્ણ ખર્ચ તંત્ર દ્વારા ઉઠાવવામાં આવશે. ડોક્ટરે આ અંગે જણાવ્યું કે, દર્દીની શ્વાસનળીમાં ઇન્જરી હતી. તેની સારવાર બાદ હવે તેની સ્થિતિ સ્થિર છે.

ADVERTISEMENT

હિમાચલને ગ્રીન રાજ્ય બનાવવાનો લક્ષ્યાંક
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સુખવિંદરસિંહ હાલ હિમાચલ પ્રદેશને ગ્રીન રાજ્ય બનાવવા મહત્વ આપી રહ્યા છે. તે મુદ્દે તેઓ કહી ચુક્યા છે કે, વર્ષ 2025 સુધીમાં હિમાચલ પ્રદેશ દેશનું પહેલું ગ્રીન રાજ્ય હશે. મુખ્યમંત્રીએ ગત્ત દિવસોમાં પરિવહન વિભાગના ઇલેક્ટ્રીક વાહનોને લીલી ઝંડી દેખાડીને રવાના પણ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT