CM ભુપેન્દ્ર પટેલને અચાનક અમિત શાહનું તેડું, જેપી નડ્ડાની હાજરીમાં યોજાઇ મેરેથોન બેઠક
અમદાવાદ : ગુજરાતની રાજનીતિમાં હાલ મોટા પ્રમાણમાં ઉથલપાથલ ચાલી રહી છે. ગુજરાતની ભાજપ સરકારમાં બહુપ્રતિક્ષિત ફેરફારો અંગે એક પછી એક મેરેથોન બેઠકો ચાલી રહી છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતની રાજનીતિમાં હાલ મોટા પ્રમાણમાં ઉથલપાથલ ચાલી રહી છે. ગુજરાતની ભાજપ સરકારમાં બહુપ્રતિક્ષિત ફેરફારો અંગે એક પછી એક મેરેથોન બેઠકો ચાલી રહી છે. દિવાળી પહેલા સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા છે. જેના કારણે અનેક નેતાઓના જીવ તાળવે ચોંટેલા છે.
ગુજરાતના તમામ નેતાઓના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં તમામ નેતાઓના જીવ તાળવે ચોંટી જાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને અચાનક દિલ્હી દરબારમાંથી કોલ આવ્યો હતો. તેઓ બપોરના સમયે ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચ્યા હતા. અમિત શાહ, ભુપેન્દ્ર પટેલ અને જે.પી નડ્ડા વચ્ચે લાંબા સમય સુધી બેઠક ચાલી હતી. જો કે આ બેઠક અંગે કોઇ અધિકારીક નિવેદન આવ્યું નથી. પરંતુ આ અંગે કોઇ અધિકારીક નિવેદન બહાર આવ્યું નથી.
પીએમ મોદી સાથે બેઠક બાદ શાહ-નડ્ડાની મેરેથોન બેઠક
હાલમાં જ પીએમ મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન 30 ઓક્ટોબરની બપોરથી માંડીને મોડી રાત સુધી લાંબી બેઠકો એક પછી એક થઇ હતી. જો કે આ બેઠકો બાદ કેટલીક સરકારી અધિકારીઓની બદલી થઇ પરંતુ સરકાર અને સંગઠનમાં હજી સુધી કોઇ ફેરફાર થયો નથી. જેના કારણે કંઇક મોટુ રંધાઇ રહ્યું હોવાનું સુત્રોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અનેક મોટા માથાઓ કપાય તો પણ નવાઇ નહી.
ADVERTISEMENT
ADVERTISEMENT