સિક્કિમની લ્હોનક તળાવ પર વાદળ ફાટ્યું, ભયાનક પૂર આવતા સેનાના 23 જવાનો ગુમ થયા
Sikkim Floods: સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર સિક્કિમના લ્હોનક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી…
ADVERTISEMENT
Sikkim Floods: સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર સિક્કિમના લ્હોનક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી ગયું અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે અનેક સૈન્ય સંસ્થાઓને પણ અસર થઈ છે. સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે. આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
23 army personnel have been reported missing due to a flash flood that occurred in Teesta River in Lachen Valley after a sudden cloud burst over Lhonak Lake in North Sikkim: Defence PRO, Guwahati https://t.co/zDabUMrCaI pic.twitter.com/uWVO1nsT2T
— ANI (@ANI) October 4, 2023
અચાનક પાણીનું સ્તર 15-20 ફૂટ વધી ગયું
જણાવવામાં આવી રહ્યું છે કે, પૂર બાદ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈ સુધી વધી ગયું હતું. જેના કારણે સિંગતમ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા. આ સિવાય સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે.
ADVERTISEMENT
#WATCH | Sikkim: Chief Minister Prem Singh Tamang took stock of the situation as a flood-like situation arose after a cloud burst in Singtam. https://t.co/GI9bMv4WLB pic.twitter.com/rI5c7qLn03
— ANI (@ANI) October 4, 2023
પ્રશાસને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવાનું શરૂ કર્યું
સિક્કિમમાં તિસ્તા નદીનું જળસ્તર વધવાને કારણે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તિસ્તા નદીમાં પૂરના કારણે સિક્કિમમાં સિંગથમ ફૂટબ્રિજ પણ તણાઈ ગયો હતો. જલપાઈગુડી પ્રશાસને તિસ્તા નદીના નીચેના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. દરેકને એલર્ટ રહેવા અને નદી કિનારે મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT