ખડગેના નામ પર ‘INDIA’માં ઘમાસાણ, નીતિશ કુમાર પરેશાન! મોટા નિર્ણયના મૂડમાં JDU
India Alliance Meeting: 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને પડકારવા માટે વિપક્ષી પાર્ટીઓએ એક ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર કર્યું છે. હાલમાં જ આમાં સામેલ તમામ…
ADVERTISEMENT
India Alliance Meeting: 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને પડકારવા માટે વિપક્ષી પાર્ટીઓએ એક ‘ઈન્ડિયા’ ગઠબંધન તૈયાર કર્યું છે. હાલમાં જ આમાં સામેલ તમામ 28 રાજકીય પક્ષોની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉછળ્યું હતું. આ પછી વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ મચી ગયો છે. જનતા દળ (યુનાઈટેડ)ના એક વરિષ્ઠ નેતાએ ખડગેના નામને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ વધારવા પર નારાજગી વ્યક્ત કરી છે. આ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 29 ડિસેમ્બરે જેડીયુની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવી છે.
29 ડિસેમ્બરે યોજાશે બેઠક
ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નારાજ થઈ ગયા છે. તેઓએ દિલ્હીમાં તેમની પાર્ટીના તમામ સાંસદો સાથે મુલાકાત કરી હતી. સાથે જ 29મી ડિસેમ્બરે દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જેડીયુ માટે આ તારીખ પહેલાથી જ નક્કી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવા જઈ રહી છે. જોકે, ઈન્ડિયાની બેઠક બાદ JDUએ રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો, જેમાં પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહેશે. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અફાક અહેમદે પુષ્ટિ કરી છે કે બંને બેઠકો એક જ દિવસે થશે.
જેડીયુમાં બેચેની
જેડીયુના એક વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું છે કે મલ્લિકાર્જુન ખડગેના નામ પર પાર્ટીની અંદર બેચેની છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીની સાથે જ તે દિવસે જ રાષ્ટ્રીય પરિષદ બોલાવવાનો નિર્ણય અસામાન્ય છે. મોટા રાજકીય નિર્ણયો લેવા માટે આ બેઠક તાત્કાલિક બોલાવવામાં આવી છે. જેડીયુના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “આ ચોક્કસપણે ભવિષ્યમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોનો સંકેત છે.” નેશનલ કાઉન્સિલની બેઠક બોલાવવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે.
ADVERTISEMENT
મમતા બેનર્જીનો પ્રસ્તાવ
તમને જણાવી દઈએ કે ઈન્ડિયા ગઠબંધનની મંગળવારની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઠબંધન વતી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ સૂચનને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ સમર્થન આપ્યું હતું.
JDU માટે નીતિશ ઉમેદવાર
મલ્લિકાર્જુન ખડગે ભલે એવું કહી રહ્યા હોય કે પીએમનું નામ ચૂંટણી પછી નક્કી કરવામાં આવશે, પરંતુ મમતા બેનર્જીએ તેમના નામનો પ્રસ્તાવ મૂકતા ઈન્ડિયા ગઠબંધનમાં ખળભળાટ મચી ગયો છે. જેડીયુના નેતાઓ લાંબા સમયથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સંભવિત પીએમ પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે તેમની પાસે વિપક્ષી જૂથનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે.
ADVERTISEMENT
નીતિશ કુમારની અવગણના કરવી યોગ્ય નથીઃ મંત્રી
જેડીયુના વરિષ્ઠ નેતા અને સમાજ કલ્યાણ મંત્રી મદન સાહનીએ પણ મહાગઠબંધનમાં નીતિશ કુમારની ભૂમિકા વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે, ”ઈન્ડિયા ગઠબંધનમાં કોઈએ પણ નીતિશ કુમારને હળવાશથી ન લેવું જોઈએ અથવા તેમની અવગણના કરવી જોઈએ નહીં. જેડીયુ આને સ્વીકારશે નહીં.”
ADVERTISEMENT
ADVERTISEMENT