કોંગ્રેસ કાર્યાલયમાં છુટ્ટાહાથની મારામારી, બે નેતાઓ એવા ઝગડ્યા તો ભાજપે મજા લીધી

ADVERTISEMENT

Clash between two congress leaders
Clash between two congress leaders
social share
google news
  • કોંગ્રેસ કાર્યાલયમાં બે નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી
  • મારા નેતાને આવું કેમ કહ્યું કહીને બે નેતાઓની ગાળાગાળી બાદ મારામારી
  • કમલનાથ અને દિગ્વિજયસિંહના સમર્થક નેતાઓએ કાર્યાલયમાં મારામારી કરી

Congress leaders Fight Video : કોંગ્રેસના કાર્યાલયમાં બે નેતાઓ વચ્ચે મારામારી થઇ હતી. ભાજપ પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ એક્સ પ્લેટફોર્મ પર ઘટનાનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, કોંગ્રેસની જુતામાર, મારામારી, ગાળાગાળીની સંસ્કૃતિ એકવાર ફરીથી જાહેર થઇ છે. પીસીસીમાં ભારે બોલાચાલી અને ખેંચતાણ જોવા મળી રહી છે.

સોમવારે બે નેતાઓ પહેલા ગાળાગાળી અને ત્યાર બાદ મારામારી પર ઉતર્યા

Congress News : મધ્યપ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં સોમવારે તે સમયે ભારે હોબાળો મચ્યો જ્યારે દિગ્વિજયસિંહ અને કમલનાથના સમર્થક બે નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી અને બોલાચાલી અને ગાળાગાળી થઇ હતી. એટલું જ નહી આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

દિગ્વિજયસિંહ અને કમલનાથના સમર્થનમાં મારામારી

આ સમગ્ર ઘટનાક્રમ સોમવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે થયો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા શહરયાર ખાન અને અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ અહિરવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ મામલો એટલો બિચક્યો હતો કે બંન્ને ગાળાગાળી અને મારામારી પર ઉતરી આવ્યા હતા. હાજર અન્ય નેતાઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના અન્ય નેતાઓ બંન્નેને અટકાવતા જોવા મળી રહ્યા છે. ઘટના અંગે કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું કે, દિગ્વિજયસિંહને અપશબ્દ કહેવાના કારણે બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT