જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી-જવાનો વચ્ચે ઘર્ષણ, 5 જવાન શહીદ અનેક આતંકવાદી ઠાર, ઇન્ટરનેટ સેવા બંધ

ADVERTISEMENT

Indian Army case
Indian Army case
social share
google news

રાજોરી : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે અને એન્કાઉન્ટર હજી પણ ચાલી રહ્યુ છે. આ ઉપરાંત સ્થિતિને જોતા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે. કેટલાક આતંકવાદીઓ પણ ઠાર મરાયાની આશંકા છે.

હાલ આ વિસ્તારને કોર્ડન કરીને આર્મી દ્વારા ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. સુરક્ષાના કારણોસર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર ખરાબ હવામાન અને સતત વરસાદ વચ્ચે આ એન્કાઉન્ટર થઈ રહ્યું છે. જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરિયાનના ટોટા ગલી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે આ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અથડામણમાં બે જવાનો સ્થળ પર જ શહીદ થયા છે અને 4 ઘાયલ થયા છે. જવાનોને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન વધુ ત્રણ જવાનો શહીદ થયા છે. આ ઓપરેશનમાં સેનાના કુલ 5 જવાન શહીદ થયા છે. 3 મેથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન રાજૌરી સેક્ટરના કાંડી જંગલમાં આતંકવાદીઓની હાજરીના ઇનપુટ્સ મળ્યા હતા. જેથી 3 મેના રોજ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

5 મેના રોજ સવારે લગભગ 7:30 વાગ્યે એક સર્ચ પાર્ટીને ગુફામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ ગુફા ઢાળવાળા ખડકોમાં બનેલી છે. જ્યારે સેનાના જવાનો ત્યાં પહોંચ્યા અને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તેમણે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.ત્યાર બાદ નજીકના સેનાની વધુ ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર બોલાવવામાં આવી હતી. તે જ સમયે, ઘાયલ જવાનોને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓનું એક જૂથ ફસાયેલું હોવાની માહિતી છે.

ADVERTISEMENT

એવો અંદાજ છે કે કેટલાક આતંકવાદીઓ પણ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. હાલમાં ઓપરેશન ચાલુ છે.જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ બારામુલ્લામાં બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશનને તેજ કરી દીધું છે. આ પહેલા બુધવારે પણ બે આતંકીઓ માર્યા ગયા હતા. તેઓ નિયંત્રણ રેખા પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.

એડીજીપી કાશ્મીરે માર્યા ગયેલા આતંકવાદીઓ વિશે જણાવ્યું કે, ‘બંને સ્થાનિક આતંકવાદી છે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા છે. તેમની ઓળખ શોપિયાં જિલ્લાના શાકિર માજિદ નઝર અને હનાન અહેમદ શેહ તરીકે થઈ છે. બંને માર્ચ 2023માં આતંકવાદી બની ગયા હતા. ‘પુંછ હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન PAFF ફરી એકવાર ભડક્યું, જમ્મુ અને દિલ્હી પર હુમલાની ધમકી આપી. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, હાલમાં 50 સક્રિય આતંકવાદીઓ, 20-24 વિદેશી આતંકવાદીઓ છે. અને 30-35 આતંકવાદીઓ સ્થાનિક છે. DGP દિલબાગ સિંહે કહ્યું કે અમે આતંકની ઈકો સિસ્ટમને ચારે બાજુથી ઘેરી લીધી છે. ભલે તે પથ્થરબાજો પર કાર્યવાહી હોય કે અલગતાવાદીઓ પરની કાર્યવાહી હોય, ફાઇનાન્સરો પરની કાર્યવાહી હોય કે સરહદ પારથી ડ્રોન દ્વારા આવતા હથિયારો જપ્ત કરવાની હોય. વર્ષ 2017માં જ્યારે આતંકવાદીઓની સંખ્યા 350 હતી, હવે તેમની સંખ્યા ઘટીને બમણી થઈ ગઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT