દુઃખદ સમાચારઃ CIDના ‘ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સ’નું 57 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ હોસ્પિટલમાં હતા દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dinesh Phadnis Died: ટીવીની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ શૉ CIDમાં ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. તેઓની તબિયત નાજુક હતી અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે (5 ડિસેમ્બર) તેમનું નિધન થયું છે. અભિનેતાના અવસાનથી તેમના તમામ ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે.

જિંદગીની જંગ હાર્યા દિનેશ ફડનીસ

દિનેશ ફડનીસ છેલ્લા કેટલાક દિવસોથી ICUમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા. પરંતુ આજે તેમણે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દિનેશ ફડનીસના નિધનની પુષ્ટિ તેમના નજીકના મિત્ર અને સીઆઈડી શૉમાં કો-સ્ટાર દયાનંદ શેટ્ટીએ કરી છે. દયાનંદ શેટ્ટી દિનેશ ફડનીસની ખૂબ નજીક હતા.

અંતિમ સંસ્કાર ક્યાં થશે?

દિનેશ ફડનીસના અંતિમ સંસ્કારને લઈને પણ જાણકારી સામે આવી છે. દિનેશના અંતિમ સંસ્કાર દોલતનગર સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.

ADVERTISEMENT

CIDથી મોટી ઓળખ મળી

દિનેશ ફડનીસની વાત કરીએ તો તેમને લોકપ્રિય ટીવી શૉ CIDથી મોટી ઓળખ મળી હતી. આ શૉમાં તેઓ ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ CID પછી દિનેશ ફડનીસ અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયા હતા. તેમને લઈને એવા સમાચાર હતા કે તેમણે એક્ટિંગ છોડીને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું હતું. દિનેશ ફડનીસના ચાહકો તેમને ફરીથી સ્ક્રીન પર અદ્ભુત પ્રદર્શન કરતા જોવા માંગતા હતા. પરંતુ કમનસીબે આ પહેલા જ દિનેશ ફડનીસે દુનિયાને અલવિદા કહી દીધું છે. 57 વર્ષની નાની વયે દિનેશ ફડનીસના અવસાનથી તેમના પરિવારજનો અને નજીકના મિત્રો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT