પત્ની પર શંકા જતાં પતિએ ડ્રોનથી રાખી નજર, પછી જે દેખાયું તે જોઈને ઉડી ગયા હોશ

ADVERTISEMENT

Drone Idea
પત્નીની ખુલી પોલ!
social share
google news

ચીનના હુબેઈ પ્રાંતમાં એક શખ્સે ટેક્નોલોજીની મદદથી તેની બેવફા પત્નીને રંગે હાથે ઝડપી પાડી. 33 વર્ષીય ઝિંગને છેલ્લા એક વર્ષથી તેની પત્નીના વર્તનમાં ફેરફાર જોવા મળી રહ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, પત્ની અચાનક કેમ આવું વર્તન રહી છે, તે જાણવા માટે તેણે તેની પાછળ ડ્રોન કેમેરો લગાવી દીધો. જે હંમેશા તેની સાથે રહેતો હતો, જેના દ્વારા તેને તેની પત્નીની બેવફાઈની ખબર પડી હતી.

બોસ સાથે રંગે હાથ ઝડપાઈ પત્ની

ઝિંગ અને તેની પત્ની બંને જ વર્કિંગ પ્રોફેશનલ્સ છે. ડ્રોનની ફુટેજમાં તેને જોવા મળ્યું કે તેની પત્ની કોઈ કારમાં બેસીને નજીકમાં આવેલા પહાડો પર ગઈ, જ્યાં પત્ની અને તેનો બોસ એકબીજાના હાથ પકડીને કારમાંથી નીચે ઉતર્યા અને બાજુમાં બનેલી એક ઝુપડીમાં ચાલ્યા ગયા, જ્યાંથી તેઓ 20 મિનિટ પછી બહાર નીકળ્યા અને તેમની ફેક્ટરી તરફ ચાલ્યા ગયા.

છૂટાછેડા લેવાનું નક્કી કર્યું

પત્નીની આ હરકત જોઈને ઝિંગ ચોંકી ગયો અને તરત જ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. ઝિંગના જણાવ્યા અનુસાર, તે તેની પત્ની વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કરશે કારણ કે તેની પાસે પુરાવા છે, જેનાથી તેને સરળતાથી છૂટાછેડા મળી જશે. જિંગે કહ્યું કે તે છેલ્લા એક વર્ષથી તેની પત્નીના ગુસ્સાભર્યા વર્તનથી પરેશાન હતો. પહેલા તેણી તેના પર ખૂબ ધ્યાન આપતી હતી પરંતુ પછી અચાનક બધું બદલાઈ ગયું. 

ADVERTISEMENT

સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ

ઝિંગની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઘણા યુઝર્સ આ અંગે કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ડ્રોન ખરીદવાનો આઈડિયા સૌથી સારો હતો. અન્ય એક યુઝરે લખ્યું કે આ ટેક્નોલોજીનો યુગ છે જ્યાં કોઈ ખોટું બોલીને બચી શકતું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT