ચીનનું અસત્ય બેનકાબ! કોરોનાની સ્થિતિ વિસ્ફોટક સ્થિતિએ, સેટેલાઇટ તસ્વીરોથી દાવાઓ ખોટા ઠર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબુ થઇ ચુકી છે. કોરોનાની શરૂઆતી વર્ષ દરમિયાન પણ જેવી સ્થિતિ નહોતી તેવી ચીનમાં હાલ સ્થિતિ ખુબ વણસી ચુકી છે. રેકોર્ડ મોત થઇ ચુક્યા છે, હોસ્પિટલમાં પણ દાખલ થવા માટે જગ્યાઓ નથી. જો કે ચીન હજી પણ આ રેકોર્ડ માનવાનો ઇન્કાર કરતું રહ્યું છે. આંકડા એવી રીતે છુપાવ્યા કે, સ્થિતિ સમજવામાં વિશ્વ સ્વાસ્થય સંગઠન પણ ગોથા ખાઇ ગયું હતું. જો કે હવે સેટેલાઇટ તસ્વીરોથી તેના તમામ ખોટા દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે. સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું કે, સ્મશાન ઘાટોની બહાર લાંબી લાંબી લાઇનો લાગેલી છે. રેકોર્ડ મોત થઇ ચુક્યા છે.

ચીનમાં સ્ફોટક સ્થિતિ છતા પણ આંકડા છુપાવવાનો ટ્રેન્ડ યથાવત્ત
હવે આ ચિંતાજનક ટ્રેંડ વચ્ચે ચીન આંકડા છુપાવવાની બિમારી એટલી હદે વળગી છે કે હજી પણ તે 5200 લોકોનાં જ માત્ર મોત થયા હોવાનું રટણ કરી રહ્યું છે. ચીન અનુસાર કોરોના જ્યારથી આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં માત્ર 5200 મોત જ થયા છે. જો કે ચીનના આ દાવાઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડા પડી રહ્યા છે. ચીનમાં સ્થિતિ બેકાબુ થઇ ગઇ હોવાનું સ્પષ્ટ થઇ ચુક્યું છે. જમીની સ્તર પર ભારે અફડા તફડીનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓના અનુસાર ચીનમાં હાલ પ્રતિદિવસ 5 હજાર લોકોનાં મોત થઇ રહ્યા છે. આ તમામ મોત કોરોનાના કારણે થઇ રહ્યો છે. હવે એક તરફ કુલ મોત 5 હજાર અને બીજી તરફ આટલા મોત થવા ખુબ જ ચિંતાજનક છે.

ADVERTISEMENT

ચીનમાં અનેક સ્થળે નવા સ્મશાન બન્યા અને તેની બહાર પણ લાંબી લાંબી લાઇનો લાગી
જો કે ચીન હજી પણ વિશ્વ અને દેશના નાગરિકોને ગુમરાહ કરવામાં વ્યસ્ત છે. Maxar Technologies દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ તસવીરો અનુસાર પરિવર્તન સ્પષ્ટ રીતે દેખાય છે. બીજીંગ સીમા નજીક એક નવું સ્મશાન ઘાટ તૈયાર કરાયું છે. Kunming, Nanjing, Chengdu, Tangshan અને Huzhou જેવા સ્થળો પર સ્મશાન ઘાટ બનાવાયા છે. જ્યાં ગાડીઓની લાંબી લાંબી લાઇનો લાગેલી જોઇ શકાય છે. એવાતના પુરાવા પણ મળી રહ્યા છે કે, હોસ્પિટલોમાં હવે જગ્યા નથી. લોકોની લાંબી લાંબી લાઇનો હોસ્પિટલ બહાર છે. લોકો કોઇ મરે તો મારો નંબર આવે તેવી આશા સાથે રાહ જોઇ રહ્યા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

સરકારની નકલી નીતિના કારણે નાગરિકો પરેશાન થઇ રહ્યા છે
લોકોને કોરોના માટે જરૂરી મેડિસિન પણ નથી મળી રહી. લોકોની ભીડ સતત વધી રહી છે. હવે ચીનના તમામ દાવાઓ ધ્વસ્ત થઇ ચુક્યા છે કારણ કે સેટેલાઇટ તસ્વીરો બધુ જ સ્પષ્ટ કરી રહી છે. જો કે જિનપિંગ સરકારે કેટલીક ભુલ કરી તેના કારણે નાગરિકોએ સહન કરવાનો વારો આવ્યો છે. કોરોના વિસ્ફોટ હવે બેકાબુ થઇ ચુક્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT