ચીને ભારતીય પત્રકારને દેશ છોડવાનો આદેશ આપ્યો, મીડિયાથી ગભરાયા જિનપિંગ?
બીજિંગ : ચીનમાં અંતિમ ભારતીય પત્રકારને દેશ છોડવા માટેનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ચીની અધિકારીઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) ના રિપોર્ટરને…
ADVERTISEMENT
બીજિંગ : ચીનમાં અંતિમ ભારતીય પત્રકારને દેશ છોડવા માટેનું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ચીની અધિકારીઓએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) ના રિપોર્ટરને આ મહિને દેશ છોડવા માટેના નિર્દેશ આપ્યા છે. ચીને ભારતીય પર ચીની પત્રકારો સાથે અયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો છે. બીજિંગ દ્વારા કહેવામાં આવ્યું કે, તેના જવાબમાં જ આ પગલું ઉઠાવ્યું છે. બીજિંગની તરફથી કહેવામાં આવ્યું કે, તેના જવાબમાં જ તેણે યોગ્ય પગલું ઉઠાવ્યું છે. હવે આ ભારતીય રિપોર્ટરના જતા રહેવાનાં કારણે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ભારતીય મીડિયાની હાજરી સમાપ્ત થઇ જશે. બીજિંગના આ નિર્ણયને એશિયા આર્થિક મહાશક્તિઓ વચ્ચે સતત વિસ્તરી રહેલી દરાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં ભારતના ચાર પત્રકાર ચીનમાં હાજર હતા. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટરે ગત્ત અઠવાડીયે જ બીજિંગ છોડી દીધું હતું. પ્રસાર ભારતી અને ધ હિંદુ અખબારના 2 પત્રકારોના વિઝા એપ્રીલમાં જ રિન્યુ કરવાનો ઇન્કાર કરી દેવાયો હતો. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આ મુદ્દે હજી સુધી કોઇ પ્રતિક્રિયા નથી આવી. ગત્ત મહિને ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે, ભારતમાં એક જ ચીની પત્રકાર બચ્યો છે. જે હજી પણ પોતાના વીઝાના રિન્યુઅલની રાહ જોઇ રહ્યા છે. આ અગાઉ નવી દિલ્હીએ ન્યૂઝ એજન્સી શિન્હુઆ અને ચાઇના સેન્ટ્રલ ટેવિલિઝનના 2 પત્રકારોની વિઝા રિન્યુઅલનો ઇન્કાર કરી દીધો હતો.
આ મહિનાની શરૂઆતમાં ભારત તરફથી આશા વ્યક્ત કરવામાં આવી કે, ચીની અધિકારી ભારતીય પત્રકારોની હાજરી સુનિશ્ચિત કરાવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ચીની પત્રકાર સહિત તમામ વિદેશી પત્રકાર ભારતમાં રિપોર્ટ અથા મીડિયા કવરેજ વગર અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ચીની અધિકારીઓ ચીનથી રિપોર્ટિંગ કરી રહેલા ભારતીય પત્રકારોની સતત હાજરી સુનિશ્ચિત કરાવશે. બંન્ને પક્ષો આ મુદ્દે સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું છે.
ADVERTISEMENT
આ અંગે ભારતીય અધિકારીઓ અનુસાર વિઝા મુદ્દે થયેલા વિવાદ તે સમયે સરૂ થયો જ્યારે ચીનમાં રિપોર્ટિંગમાં મદદ કરવા માટે ભારતીય પત્રકાર આસિસ્ટન્ટ હાયર કરવા લાગ્યા. તેમણે કહ્યું કે, બીજિંગ તરફથી એક સમયે ત્રણ જ લોકોને હાયર કરવાની પરવાનગી છે. સાથે જ તેમણે ચીની અધિકારીઓની નજર હેઠળથી પસાર થવાનું હોય છે. ભારતીય અધિકારીએ પોતાની ઓળખ જાહેર નહી કરવાની શરતે આ માહિતી આપી. બીજી તરફ ભારતમાં હાયરિંગ અંગે આ પ્રકારની કોઇ ગાઇડલાઇન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, 2020 માં ગલવાન બાદ ઝડપમાં બંન્ને દેશના સંબંધો તણાવપુર્ણ થયા છે. ભારતનું કહેવું છે કે, સીમા વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય થવા શક્ય નથી.
ADVERTISEMENT