શાંતિની માત્ર વાતો પરંતુ બોર્ડર પર ધડાધડ કન્સ્ટ્રક્શન, આ 8 તસ્વીરોએ ખોલી ચીનની પોલ

ADVERTISEMENT

Aggressive construction on LAC by China
Aggressive construction on LAC by China
social share
google news

નવી દિલ્હી : LAC નજીક અક્સાઈ ચીનમાં ચીન ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. 18 ઓગસ્ટે લેવાયેલી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે, ચીની સૈનિકો ત્યાં સર્વેલન્સ રડાર, લશ્કરી સંકુલ અને વહીવટી ઇમારતો માટે રસ્તાઓ બનાવી રહ્યા છે. ચીનના કથન અને કાર્યો વચ્ચેનો તફાવત એ વાત પરથી જાણી શકાય છે કે, તે પહેલા મંત્રણાની ઓફર કરે છે અને પછી પોતે જ તેનો અસ્વીકાર કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવારે બ્રિક્સ સમિટ ઉપરાંત મળ્યા હતા. આ પછી ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે, આ વાતચીત ભારતના અનુરોધ પર થઈ છે. પરંતુ ભારતે આ દાવાને ફગાવી દેતા કહ્યું કે, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકની વિનંતી ચીન તરફથી આવી હતી. પરંતુ ચીનની વાત અને કરતૂત વચ્ચેનો તફાવત માત્ર આટલો જ સીમિત નથી.

બોર્ડર પર સ્પષ્ટ રીતે બાંધકામ દેખાય છે

બોર્ડર પર પણ આ સ્પષ્ટ દેખાય છે. ગુરુવારે જ ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પીએમ મોદી સાથેની મુલાકાતમાં રાષ્ટ્રપતિ જિનપિંગે સરહદ પરના ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો હતો. પરંતુ કેટલીક એવી તસવીરો સામે આવી છે. જે ચીનના દુષ્કર્મનો પર્દાફાશ કરે છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, ચીન કેવી રીતે પશ્ચિમી સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે.

ADVERTISEMENT

સેટેલાઇટ ઇમેજમાં લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધી રહ્યું છે

સેટેલાઈટ ચિત્રો દર્શાવે છે કે, ચીન અક્સાઈ ચીનમાં કેટલી ઝડપથી લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. યુએસ સ્થિત કંપની મેક્સર ટેક્નોલૉજી પાસેથી મેળવેલી તસવીરો 250 હેક્ટર વિસ્તારમાં સર્વેલન્સ રડાર, રસ્તાઓ અને નિર્માણાધીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર દર્શાવે છે. આ બધું LACથી માત્ર 65 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તાજેતરના મહિનાઓમાં બનાવવામાં આવ્યું છે. આ તે સમય હતો જ્યારે બંને દેશો સરહદ વિવાદના ઉકેલ માટે વાટાઘાટોના ટેબલ પર એકસાથે આવ્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

અક્સાઈ ચીનમાં જોવા મળી લશ્કરી સુવિધાઓ

સેટેલાઇટના ફોટા જોતા એવું લાગે છે કે, આ વર્ષે બરફ ઓગળ્યા પછી ચીને અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું છે. પૂર્ણ 18 ઓગસ્ટે લીધેલી તસવીરમાં ચીની સેનાના YLC-4 અને YLC-8 જોઈ શકાય છે. આ બંને લાંબા અંતરના સર્વેલન્સ રડાર છે. અક્સાઈ ચીનમાં પીએલએનું નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર. આ જગ્યાએ આવી ઘણી સંસ્થાઓ પણ છે, જે ભૂગર્ભમાં રહે છે. ચીનની સેના માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ચીનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે

જો ભવિષ્યમાં તણાવ વધશે તો ચીન તેનો ઉપયોગ કરી શકે છે. આથી કાયમી સૈન્ય સંકુલનો વિકાસ LAC સાથે શાંતિની સંભાવનાઓ વિશે ચિંતા ઉભો કરે છે. અક્સાઈ ચીનમાં PLA નું નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર. છબીઓ દર્શાવે છે કે ચીને અક્સાઈ ચીનમાં રસ્તાઓ, સંગ્રહ સુવિધાઓ, રહેણાંક એકમો અને વહીવટી ઇમારતો બનાવી છે. છેલ્લા અઠવાડિયાની તસ્વીરોમાં મશીનરી અને મોટી ટ્રકો પણ નજરે પડે છે. જે દર્શાવે છે કે અહીં બાંધકામનું કામ હજુ પણ ચાલુ છે.

અક્સાઇ ચીનમાં આક્રમક રીતે બાંધકામની કામગીરી કરી રહ્યું છે

આ બધું સમુદ્રથી પાંચ હજાર મીટરની ઉંચાઈ પર થઈ રહ્યું છે. અક્સાઈ ચીનમાં PLAનું કામ ચાલી રહ્યું છે. અક્સાઈ ચીનમાં અંડર-કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. આ બધું દર્શાવે છે કે, ચીન LACની નજીક પોતાની તૈયારીઓને મજબૂત કરી રહ્યું છે. મે 2020માં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી ચીને તૈયારીઓ તેજ કરી દીધી છે. જેથી અહીંના કઠોર વાતાવરણ અને કડકડતી ઠંડીમાં પણ તેના સૈનિકોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એવી શક્યતા છે કે, ચીન નજીકમાં કાયમી લશ્કરી સંકુલ બનાવી શકે છે.

ચીન પોતાની કનેક્ટિવીટીમાં સતત વધારો કરી રહ્યું છે

પીએલએનું અક્સાઈ ચીનમાં નવું સૈન્ય સ્થાપન. સેટેલાઇટ ફોટા પણ દર્શાવે છે કે, ચીન અહીં કનેક્ટિવિટી માટે રસ્તાઓ બનાવી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આ ગતિવિધિઓ તેજ બની છે. આ તસવીરોએ એલએસી પર સ્થાયી શાંતિની સંભાવનાઓ પર શંકા વ્યક્ત કરી છે. અક્સાઈ ચીનમાં ચીની સેનાની સૈન્ય સુવિધાઓ. આ તમામ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે સ્ટેન્ડઓફ વિસ્તારોમાંથી સૈનિકોની સંભવિત પીછેહઠ છતાં પણ ચીની સૈનિકોએ પોતાની હાજરી જાળવી રાખી છે. અહીં રાખશે એવી પણ સંભાવના છે કે મે 2020 કરતાં સૈનિકોની સંખ્યા વધુ હશે.

    follow whatsapp

    ADVERTISEMENT