ફોનમાં 15-15 કલાક PUBG રમતા છોકરાએ ગુમાવ્યું માનસિક સંતુલન, ઊંઘમાં પણ ફાયર-ફાયર બબડતો
રાજસ્થાન: રાજસ્થાનના અલવરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોબાઈલ પર PUBG અને ઓનલાઈન ગેમ રમવાની એટલી લત લાગી ગઈ…
ADVERTISEMENT
રાજસ્થાન: રાજસ્થાનના અલવરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 7મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોબાઈલ પર PUBG અને ઓનલાઈન ગેમ રમવાની એટલી લત લાગી ગઈ કે તેની તબિયત લથડી અને તેણે માનસિક સંતુલન ગુમાવ્યું. બાળકને સારવાર માટે દિવ્યાંગ સંસ્થાની હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિકની ટીમ બાળકની સારવારમાં લાગેલી છે.
7 મહિનાથી ગેમ રમતો હતો છોકરો
આ મામલો અલવરની મુંગાસ્કા કોલોનીનો છે, જ્યાં એક 14 વર્ષનો બાળક છેલ્લા 7 મહિનાથી મોબાઈલ પર ઓનલાઈન ગેમ અને ફાયર ફ્રી રમી રહ્યો હતો. તેને આ ગેમ્સની એટલી લત લાગી ગઈ કે તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું. બાળકના સંબંધીઓએ જણાવ્યું કે, તેમનો બાળક 14થી 15 કલાકથી મોબાઈલ પર ગેમ રમી રહ્યો હતો.
આટલું જ નહીં તે રાત્રે ચાદર અને રજાઈ ઓઢીને ચોરીછૂપીથી ગેમ રમતો હતો. વાસ્તવમાં માતાપિતાએ બાળકને ઓનલાઈન અભ્યાસ માટે ફોન આપ્યો હતો. આ દરમિયાન તેને ગેમ રમવાની એટલી લત લાગી ગઈ કે તેને તેની ખબર પણ ન પડી. તેને ઘણી વખત ઠપકો આપ્યો પણ તેણે સાંભળ્યું નહીં.
ADVERTISEMENT
દિવસમાં 14-15 કલાક ગેમ રમતો
સંબંધીઓનું કહેવું છે કે તેમના બાળકની હાલત એવી થઈ ગઈ છે કે તે ખાવા-પીવાને બદલે ફાયર-ફાયર બબડતો રહેતો. સૂતી વખતે પણ તેના હાથ ફરતા રહે છે. ઘરમાં ફ્રી વાઈફાઈ હોવાથી નેટવર્ક અને નેટની કોઈ સમસ્યા ન હતી. તેથી જ બાળક 24 કલાકમાંથી 14 થી 15 કલાક મોબાઈલ પર વિતાવવા લાગ્યો.
બાળક રાત્રે સૂતી વખતે ફાયર-ફાયર બબડતો રહે છે
જ્યારે પરિવારના સભ્યો તેને અટકાવતા ત્યારે તે બધાને બૂમો પાડવા લાગ્યો હતો. બે વાર તે ગુસ્સે થયો અને અલવરથી રેવાડી જતો રહ્યો. ભારે મુશ્કેલીથી તેને પકડીને ઘરે લાવવામાં આવ્યો. ત્યારબાદ એપ્રિલથી મે સુધી 2 મહિના સુધી તેને ઘરમાં બાંધીને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની તબિયત લથડવા લાગી હતી. ત્યારબાદ તેને જયપુરની હોસ્પિટલમાં બતાવવામાં આવ્યો. હાલમાં તેને અલવરની સ્કીમ નંબર 8 સ્થિત હોસ્ટેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં સ્પેશિયલ કાઉન્સેલર તેના પર નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
ઓનલાઈન ગેમ રમવાને કારણે બાળકની ઊંઘ ઓછી થઈ ગઈ
બાળકે ડોક્ટરોને જણાવ્યું કે, તેણે કલાકો સુધી ફ્રી ફાયર ગેમ રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે સામેનો વ્યક્તિ તેને મારતો હતો ત્યારે તેને લાગતું હતું કે તે ગેમ હારી ગયો છે અને થોડા સમય પછી તે બદલો લેવા માટે ફરીથી ગેમ રમતો હતો. ગેમ રમવાને કારણે તેની ઊંઘ પર ઘણી અસર થઈ છે. તે રાત્રે ફાયર, ફાયરની બૂમો પાડતો હતો. સૂતી વખતે પણ તેની આંગળીઓ હલતી હતી. તેનું આવું વર્તન જોઈને બધા ગભરાવા લાગ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT