CG Results 2023: છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની વિદાય! શું ‘મહાદેવ’એ કોંગ્રેસને હરાવી?; જાણો ભાજપની જીતના કારણો
Chhattisgarh Election Results 2023: છત્તીસગઢમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી હતી. તો વલણોમાં કોંગ્રેસ પહેલા…
ADVERTISEMENT
Chhattisgarh Election Results 2023: છત્તીસગઢમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. છત્તીસગઢમાં એક્ઝિટ પોલમાં કોંગ્રેસને લીડ મળતી જોવા મળી હતી. તો વલણોમાં કોંગ્રેસ પહેલા આગળ હતી. પરંતુ બપોર સુધીમાં સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. બપોર પછી ભાજપ વલણોમાં બહુમતીના આંકડાથી ઘણું આગળ નીકળી ગયું. બપોરે 12 વાગ્યા પછી ભાજપે વલણોમાં 54 પર લીડ મેળવી લીધી. આ સાથે જ કોંગ્રેસ 34 સીટો પર પહોંચી ગઈ. આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ છત્તીસગઢમાં સરકાર બનાવવામાં સફળ થઈ શકે છે. જોકે, આ ચોંકાવનારા પરિણામને લઈને લોકો આ મામલો કેવી રીતે પલટાયો તેના વિશે વાતો કરી રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ મતદારોએ શા માટે ભાજપ પર વિશ્વાસ મુક્યો અને કેવી રીતે સ્થિતિ ભાજપની તરફેણમાં આવી?
સટ્ટાબાજી એપ્લિકેશને મચાવી હતી હલચલ
ચૂંટણી પ્રચાર અને મતદાન બાદ ભૂપેશ બઘેલ દાવો કરતા હતા કે અમે ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. પરંતુ જો અત્યારના વલણોને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો સવાલો ઉભા થશે કે શું ‘મહાદેવ’ કોંગ્રેસથી નારાજ થયા છે. અહીં ‘મહાદેવ’એ સટ્ટાબાજી એપનું નામ છે જેણે ચૂંટણી પ્રચાર દરમિયાન હલચલ મચાવી હતી.
PM મોદીના ચહેરા પર લડવામાં આવી હતી ચૂંટણી
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશની જેમ છત્તીસગઢમાં પણ પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવી હતી. છત્તીસગઢમાં પણ ભાજપે સીએમ ચહેરાની જાહેરાત કરી નહતી. તો ભાજપે ચૂંટણી ઢંઢેરામાં જે ગેરંટી આપી છે, તેના પર જનતાએ હવે મહોર લગાવી દીધી છે.
ADVERTISEMENT
મહિલાઓને આપ્યું હતું આ વચન
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણે પોતાના કાર્યકાળ દરમિયાન ‘લાડલી બહેના’ યોજના લાગુ કરી છે. જેમાં મહિલાઓને દર મહિને પૈસા આપવામાં આવે છે. તેવી જ રીતે ભાજપે છત્તીસગઢમાં મહતારી વંદના યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. જેમાં મહિલાઓને એક વર્ષમાં 12 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કદાચ ભાજપ આ યોજના દ્વારા મહિલાઓનો વિશ્વાસ જીતવામાં સફળ થયું છે.
PSC કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે ઘેરી લીધી
છત્તીસગઢમાં ભાજપ દ્વારા PSC કૌભાંડનો મુદ્દો ઉઠાવવો ફાયદાકારક સાબિત થયો છે. PSCમાં નેતાઓ અને અધિકારીઓના દીકરા-દીકરીની પસંદગી અને ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ સરકારને છેલ્લા એક વર્ષથી ઘેરવાનું શરૂ કર્યું અને એક મોટો મુદ્દો બનાવ્યો. જેના કારણે ખાસ કરીને 18 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટરને ભાજપ પર વિશ્વાસ આવ્યો. જેના પરિણામે ભાજપની સરકાર બની રહી છે.
ADVERTISEMENT
હિન્દુત્વના એજન્ડાથી ધ્રુવીકરણની રાજનીતિ
છત્તીસગઢમાં ભાજપના હિંદુત્વના એજન્ડાથી ધ્રુવીકરણની રાજનીતિ સફળ સાબિત થઈ છે. બીજેપીએ કવર્ધા અને બેમેત્રાના બિરાનપુરમાં થયેલા સમાજ વિશેષની સાથે થયેલા ઝઘડાને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવીને તેને ઘેરી લીધી. તો આસામના સીએમ હેમંતા બિસ્વા સરમા અને યોગી આદિત્યનાથની સભાઓ દ્વારા ભાજપે હિન્દુત્વના મુદ્દા પર તેના વોટને મજબૂત કર્યા.
ADVERTISEMENT
ડબલ એન્જિનની સરકારનો અપાવ્યો ભરોસો
છત્તીસગઢમાં ભાજપે કેન્દ્ર અને રાજ્યમાં એક પાર્ટીની સરકાર અને ડબલ એન્જિન સરકારનો ભરોસો અપાવ્યો છે. ભાજપનું કહેવું છે કે રાજ્યના વિકાસમાં ડબલ એન્જિનની સરકાર અસરકારક સાબિત થશે. ડબલ એન્જિનની સરકારની વાત પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT