BIG BREAKING: Chhattisgarh માં CRPF કેમ્પ પર મોટો નક્સલી હુમલો, 3 જવાન શહીદ, 14 ઘાયલ
છત્તીસગઢમાં CRPFનાં કેમ્પ પર હુમલો 3 જવાનો શહીદ, 14 ઘાયલ વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ Chhattisgarh Big Naxalite Attack: છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર…
ADVERTISEMENT
- છત્તીસગઢમાં CRPFનાં કેમ્પ પર હુમલો
- 3 જવાનો શહીદ, 14 ઘાયલ
- વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ
Chhattisgarh Big Naxalite Attack: છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, જ્યારે 14 જવાનો ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ હુમલાની માહિતી મળતા જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.
#UPDATE बीजापुर-सुकमा सीमा पर जोनागुड़ा और अलीगुड़ा के पास नक्सलियों के साथ गोलीबारी में तीन जवानों ने अपनी जान गंवाई और 14 घायल हुए।#Chhattisgarh pic.twitter.com/AfOYkz2oTM
— ANI_HindiNews (@AHindinews) January 30, 2024
કેવી રીતે થયો હુમલો?
મળતી માહિતી અનુસાર, સુકમા પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન નક્સલવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.
ADVERTISEMENT
સુરક્ષા દળોએ પણ નક્સલવાદીઓ પર ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબી કાર્યવાહી કરી. સુરક્ષા દળોના વધતા દબાણને જોઈને નક્સલવાદીઓએ જંગલની આડમાં ભાગી ગયા. જો કે આ અથડામણમાં ગોળી વાગવાથી 3 જવાન શહીદ થયા હતા અને 14 જવાનો ઘાયલ થયા છે. ઘાયલ જવાનોની હાલત સારી હોવાની માહિતી મળી રહી છે. તેને સારવાર માટે રાયપુર ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT