Chhattisgarh Assembly Election Exit Poll Result: છત્તીસગઢમાં કટ ટુ કટ
Chhattisgarh Assembly Election Exit Poll Result: આ ચૂંટણી સર્વે છત્તીસગઢમાં 16,270 લોકો વચ્ચે કરવામાં આવ્યો છે. જેમાં 77 ટકા ગ્રામીણ અને 23 ટકા શહેરી લોકો…
ADVERTISEMENT
Chatisgarh exit polls live 2023
Chhattisgarh Assembly Election Exit Poll Result: આ ચૂંટણી સર્વે છત્તીસગઢમાં 16,270 લોકો વચ્ચે કરવામાં આવ્યો છે. જેમાં 77 ટકા ગ્રામીણ અને 23 ટકા શહેરી લોકો વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી મેળવેલ ડેટાને એક્ઝિટ પોલમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે 56 ટકા પુરૂષો અને 44 ટકા મહિલાઓનો સર્વે કરીને આંકડામાં સામેલ તથ્યો કાઢવામાં આવ્યા છે. આ આધારે, એક્ઝિટ પોલ સર્વે કહે છે કે છત્તીસગઢમાં કોંગ્રેસની ભૂપેશ બઘેલ સરકાર સામે સત્તા વિરોધી લહેર નથી. એટલે કે કોંગ્રેસ અહીં સરકાર બનાવી શકે તેવો અંદાજ છે.
જુઓ અહીં એક્ઝિટ પોલમાં કોની પાસે કેટલી સીટ છે
એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. તાજેતરની માહિતી અનુસાર, તે પ્રકાશમાં આવ્યું છે કે છત્તીસગઢમાં કોંગ્રેસ 36 થી 46 બેઠકો જીતી શકે છે જ્યારે ભાજપ 40 થી 50 બેઠકો જીતી શકે છે. આમાં પણ અન્યને મળી શકે તેવી બેઠકોના આંકડા 1 થી 5 સુધીના છે.
છત્તીસગઢમાં કોંગ્રેસ માટે ચુસ્ત લડાઈ, કોંગ્રેસને 40-50 સીટો મળવાની આશા છે.
એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. છત્તીસગઢમાં કોંગ્રેસને જોરદાર ટક્કર મળી રહી છે. અહીં કોંગ્રેસને 40-50 બેઠકો મળવાની આશા છે. જ્યારે ભાજપને 36થી 46 બેઠકો મળવાનું અનુમાન છે. તમને જણાવી દઈએ કે અહીં 7 અને 17 નવેમ્બરે મતદાન થયું હતું. છત્તીસગઢમાં 90 બેઠકો પર મતદાન થયું હતું.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh Assembly Elections 2023) માટે 90 બેઠકો પર બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હવે રાજ્યની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે કે શું સીએમ ભૂપેશ બઘેલ ફરી સત્તામાં આવશે કે પછી ભાજપ જીતશે. લોકોને એ વાતમાં પણ રસ છે કે કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે? ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, એક્ઝિટ પોલના પરિણામો આજે એટલે કે ગુરુવાર, 30 નવેમ્બરે સાંજે જાહેર થયા છે. જ્યારે 3 ડિસેમ્બરે મત ગણતરી થશે.
આ વખતે છત્તીસગઢમાં કેવું રહ્યું મતદાન?
અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી તેમાંથી છત્તીસગઢ એકમાત્ર રાજ્ય છે જ્યાં બે તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે, 76.31 ટકા મતદાન સંતોષકારક રહ્યું હતું. જે 2018ની ચૂંટણીમાં નોંધાયેલા 76.88 ટકા કરતાં થોડું ઓછું છે. દરમિયાન, લોકો 3જી ડિસેમ્બરની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ દિવસે મતપેટીઓ ખુલશે અને તે પણ નક્કી કરવામાં આવશે કે કયો ઉમેદવાર જીતશે કે હારશે.
MP Exit Polls 2023 Live: એમપીમાં કોની સરકાર? સૌથી સટીક અને સચોટ વિશ્લેષણ
Madhya Pradesh Exit Poll Results 2023: મધ્યપ્રદેશ (MP Chunav 2023)માં 25મી નવેમ્બરે મતદાન થયા બાદ, બધાની નજર 3જી ડિસેમ્બરની તારીખ પર છે. દરેક જણ પરિણામોની રાહ જોઈ રહ્યું છે. પરિણામોને લઈને લોકોની ચિંતા વચ્ચે, એક્ઝિટ પોલના પરિણામો આજે એટલે કે 30મી નવેમ્બરે સાંજે 5:30 વાગ્યાથી (MP Exit Polls live)
Madhya Pradesh Exit Poll Results 2023: મધ્યપ્રદેશ (MP Chunav 2023)માં 25મી નવેમ્બરે મતદાન થયા બાદ, બધાની નજર 3જી ડિસેમ્બરની તારીખ પર છે. દરેક જણ પરિણામોની રાહ જોઈ રહ્યું છે. પરિણામોને લઈને લોકોની ચિંતા વચ્ચે, એક્ઝિટ પોલના પરિણામો (MP Exit Polls Results 2023) આજે એટલે કે 30મી નવેમ્બરે સાંજે 5:30 વાગ્યાથી આવવાના છે. GujaratTak તમને અહીં તમામ એક્ઝિટ પોલના પરિણામોની ક્ષણ-ક્ષણ અપડેટ્સ આપતું રહેશે.
Rajasthan Exit Poll Result 2023: રાજસ્થાનમાં કોની બની રહી છે સરકાર?
Rajasthan Exit Poll Result 2023 : આજે તેલંગાણામાં મતદાન પુર્ણ થતાની સાથે જ સાંજે 06.30 વાગ્યાથી 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો આવવાનાં શરૂ થઇ જશે. એક્ઝિટ પોલના કારણે ચૂંટણીના પરિણામોની એક તસવીરનો આછો ચિતાર મળી જતો હોય છે. GujaratTak નો એક્ઝિટ પોલ સૌથી સટિક, સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે.
5 રાજ્યોમાં ચૂંટણીનો આજે ફાઇનલ રાઉન્ડ છે. તેલંગાણામાં ત્રિકોણીય મુકાબલો છે. BRS-BJP અને કોંગ્રેસ ત્રણેય દલો પોતપોતાની જીતના દાવા ઠોકી રહી છે. તેલંગાણા ચૂંટણીમાં આજે દિગ્ગજ નેતાઓની સાથે સાથે તમામ મોટા સ્ટાર્સે મતદાન કર્યું. તેમાં અલ્લૂ અર્જુન, જુનિયર NTR, વિજય દેવરકોંડા, ચિરંજીવી અને વેંકટેશનો સમાવેશ થાય છે. દેશના ચાર રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. આ 5 રાજ્યોમાં 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે.
આ અગાઉ આજે એટલે કે 30 નવેમ્બરે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલીસના પરિણામો આવશે. એક્ઝિટ પોલથી ચૂંટણીના પરિણામોની એક આછી તસવીર સ્પષ્ટ થઇ જાય છે. India Today ગ્રુપના આંકડાઓને આ બાબતે સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર હશે, તેનું દરેક વખતે એક્ઝિટ પોલ સૌથી વધારે સટીક હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT