મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાનઃ આ દિગ્ગજ નેતાએ પદ પરથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ
છગન ભુજબળે શિંદેની સરકારમાંથી રાજીનામું આપ્યું ‘મેં 2 મહિના પહેલા જ રાજીનામું આપી દીધું છે’ હું મારા અંતિમ શ્વાસ સુધી OBC માટે લડીશ: ભુજબળ Chhagan…
ADVERTISEMENT
- છગન ભુજબળે શિંદેની સરકારમાંથી રાજીનામું આપ્યું
- ‘મેં 2 મહિના પહેલા જ રાજીનામું આપી દીધું છે’
- હું મારા અંતિમ શ્વાસ સુધી OBC માટે લડીશ: ભુજબળ
Chhagan Bhujbal: મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી અને રાજ્યના વરિષ્ઠ OBC નેતા છગન ભુજબળે શનિવારે ખુલાસો કર્યો કે તેમણે 16 નવેમ્બરે જ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, હજુ સુધી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. છગન ભુજબળે દાવો કર્યો કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને આ મામલે મૌન રહેવા કહ્યું હતું. NCB નેતાએ મરાઠાઓને OBC કેટેગરીમાંથી અનામત આપવાના વિરોધમાં પોતાનું રાજીનામું મુખ્યમંત્રીને સુપરત કર્યું હતું.
મને મૌન રહેવા માટે કહ્યું હતુંઃ ભુજબળ
અહેમદનગરમાં એક OBC રેલીને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ રાજીનામા પર મૌન છે કારણ કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને જાહેરમાં આ વિશે વાત ન કરવા કહ્યું હતું. તેમણે કહ્યું, ”હું આ અંગે મૌન રહ્યો, પરંતુ કેટલાક લોકો હવે ઓબીસીની તરફેણમાં બોલવા બદલ મને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. હું મારા અંતિમ શ્વાસ સુધી OBC માટે લડીશ.”
સંજય ગાયકવાડે કર્યો હતો અપમાનજનક શબ્દોનો ઉપયોગ
છગન ભુજબળે શિવસેનાના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો ઉલ્લેખ કરતા આ વાત કહી. તમને જણાવી દઈએ કે સંજય ગાયકવાડે ભુજબળ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મંત્રી પદ પરથી તેમનું રાજીનામું માંગ્યું હતું.
ADVERTISEMENT
અઢી મહિનામાં અનેર રેલીઓ કરી છે સંબોધિત
ભુજબળના જણાવ્યા અનુસાર, જાલના જિલ્લાના અંબડમાં ઓબીસી રેલી માટે જતાં પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું હતું. ઓબીસી વર્ગમાંથી મરાઠા આરક્ષણ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા છગન ભુજબળે છેલ્લા અઢી મહિનામાં રાજ્યભરમાં અનેક રેલીઓને સંબોધિત કરી છે.તેમના રાજીનામાના પત્રમાં ભુજબળે કહ્યું કે તેઓ મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેમના કેટલાક કેબિનેટ સાથીદારો મરાઠા આરક્ષણ સંબંધિત તેમના સ્ટેન્ડ સાથે સહમત નથી. ભુજબળે મહારાષ્ટ્ર પછાત વર્ગ આયોગ દ્વારા મરાઠા સમુદાયના તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વે ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે માહિતી એકત્ર કરતી વખતે ગણતરીકારો દ્વારા જૂઠાણું નોંધવામાં આવે છે.
હજુ સ્વીકાર્યું નથી રાજીનામુંઃ ફડણવીસ
છગન ભુજબળની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ફડણવીસે કહ્યું, “મુખ્યમંત્રી ભુજબળના રાજીનામા પર ટિપ્પણી કરવા વધુ સક્ષમ હશે. આ સમયે હું એટલું જ કહીશ કે મુખ્યમંત્રીએ હજુ રાજીનામું સ્વીકાર્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT