સૌરાષ્ટ્રનો સિંહ લંડનમાં ગરજ્યો, પુજારાએ 79 બોલમાં ફટકાર્યા 107 રન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઇંગ્લેન્ડઃ ભારતનો ચેતેશ્વર પુજારા અત્યારે કાઉન્ટી ચેમ્પિયનશિપ પછી રોયલ લંડન વનડે કપમાં પણ આક્રમક ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે Sussex ટીમમાંથી રમતા 79 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. પુજારાએ 135.44ના સ્ટ્રાઈક રેટથી તોફાની બેટિંગ કરીને પોતાની સદી નોંધાવી દીધી હતી. જોકે Sussex આ મેચ જીતી શક્યું નહીં અને વાર્વિકશાયર સામે 4 રનતી હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે પુજારા આ મેચમાં સસેક્સની કેપ્ટનશિપ કરી રહ્યો હતો.

રોયલ લંડન કપમાં પુજારાનો માસ્ટર સ્ટ્રોક….
Sussex સામેની મેચમાં વાર્વિકશાયરે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન 50 ઓવરમાં ટીમે 6 વિકેટ ગુમાવી 310 રન ફટકારી દીધા હતા. ઉલ્લેખનીય છે કે વાર્વિકશાયરના રોબ યાટ્સે 111 બોલમાં 114 રન સાથે સદી નોંધાવી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તો બીજી બાજુ વાર્વિકશાયર તરફથી રમતા કૃણાલ પંડ્યા એકપણ રન નોંધાવી શક્યો નહોતો.

ADVERTISEMENT

Sussexની ખરાબ શરૂઆત…
311 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી Sussex ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે 8મી ઓવરના પહેલા બોલ પર જ ઓપનર હેરિસનની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર પછી એલિસ્ટેર અને ક્લાર્કે વચ્ચે 77 રની પાર્ટનરશિપ થઈ પરંતુ 172 રન સુધીમાં બંને આઉટ થઈ જતા Sussex ટીમની ત્રણ વિકેટ પડી ગઈ હતી. જોકે ત્યારપછી ચેતેશ્વર પુજારાએ મેચ જીવંત રાખી અને પોતાની વિસ્ફોટક બેટિંગના પ્રદર્શન દાખવીને 79 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 107 રન નોંધાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પુજારા 49 ઓવર સુધી ટીમનો એક એન્ડ સંભાળીને રહ્યો હતો. પરંતુ તેની વિકેટ પડી જતા Sussex 4 રનથી મેચ હારી ગયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT