Chandrayaan-3: શું ચીનના રોવરને મળશે Pragyan? બંન્ને વચ્ચે કેટલું છે અંતર

ADVERTISEMENT

Chandrayaan-3
Chandrayaan-3
social share
google news

નવી દિલ્હી : ભારતના ચંદ્રયાન-3 મિશનને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં સફળતાપુર્વક લેન્ડિંગ કર્યાને એક અઠવાડીયું પુર્ણ થઇ ચુક્યું છે. બીજી તરફ ચંદ્રયાન-3 નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પરથી સતત માહિતી મોકલી રહ્યું છે. ચંદ્રની સપાટી પર ભારતના રોવર ઉપરાંત એક બીજા દેશનું રોવર પણ હાલ સક્રિય છે. જેનું નામ યુતુ 2 (Yutu-2) છે. આ ચીનનું રોવર છે. જેને ચીને પોતાના મૂન મિશન Chang’e 4 હેઠળ ચંદ્ર પર મોકલ્યું હતું. જો કે આ રોવર ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં નથી. પછી સવાલ ઉઠે છે કે આ રોવર આખરે ક્યાં અને ભારતના રોવરથી કેટલું દુર છે.

ચીને પોતાના મિશન અંગે કોઇ માહિતી આપી નથી

ચીને આ અંગે ખુબ જ ઓછી માહિતી આપી છે. જો કે બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ચીનનું રોવર હજી પણ ચદ્રની સપાટી પર સક્રિય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીની રોવર બે અઠવાડીયાની ચંદ્રમાં રાત હોય ત્યારે બંધ થઇ જાય છે. જ્યારે તાપમાન શૂન્યથી 170 ડિગ્રી સેલ્સિયસ નીચે જતું રહે છે. ચંદ્ર પર એક રાત્રે ધરતીના લગભગ 14 રાતોની બરોબર હોય છે.

પ્રજ્ઞાન અને Yutu 2 રોવર્સ વચ્ચે સરેરાશ અંતર કેટલું?

ચીનનું મુન મિશન ચાંગઇ-4 3 જાન્યુઆરી 2019 ના રોજ દક્ષિણી ધ્રુવ એટકિન બેસિનમાં વોન કર્મટ ક્રેટરમાં ઉતાર્યું હતું. આ સાથે જ ચીન ચંદ્રથી દુરના હિસ્સા પર કંટ્રોલ લેન્ડિંગ કરનારો પ્રથમ દેશ બની ગયો હતો. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અનુસાર ચીનના મૂન મિશનના નિર્દેશાંક 45.4561અક્ષાંશ 177.5885 E દેશાંતર પર લેન્ડ કર્યું હતું.

ADVERTISEMENT

વિક્રમ લેન્ડર પોતાની નિયોજીત લેન્ડિંગ સાઇટ પર થઇ ચુક્યું છે લેન્ડ

બીજી તરફ વિક્રમ લેન્ડર માટે ચંદ્રયાન-3 નિયોજિત લેન્ડિંગ સાઇટ 69.367621 અક્ષાંશ, 32.348126 દેશાંતર હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ કહ્યું કે, તેમણે ક્ષેત્રમાં લેન્ડિંગ પ્લાન કર્યું હતું, ભારતનું લેન્ડર ત્યાં જ ઉતર્યું છે. ઇસરો નાસાના પૂર્વ વૈજ્ઞાનિક સૈયદ અહેમદ, જે હવે હૈદરાબાદમાં XDLINX પ્રયોગશાળાઓ માટ કામ કરતા બંન્ને વચ્ચેનું સરેરાશ અંતર 1948 કિલોમીટર હશે.

બીજી તરફ અંતરિક્ષના નિષ્ણાંતો શનમુગા સુબ્રમણ્યમે ગણના કરીને જણાવ્યું કે, ચંદ્રમા પર ભારત અને ચીનના રોવર્સ વચ્ચેનું અંતર લગભગ 1891 કિમી (+ 5 કિલોમીટર વધારે ઓછા) છે. તેમણે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે ચંદ્રમા પર એક સાથે બે રોવર કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

શું ચીનના રોવરને મળશે ભારતનું પ્રજ્ઞાન રોવર?

એવી અનેક સંભાવના નથી કે ભારતનું રોવર ચીનના રોવર Yutu-2 ને મળશે. પ્રજ્ઞાન ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની પાસે પોતાની ખોજને અંજામ આપી રહ્યા છે. તે પોતાના લેન્ડર વિક્રમથી માત્ર 500 મીટર સુધીનું અંતરકાપવા સક્ષમ છે. બીજી તરફ ચીનનું રોવર પણ પોતાના લેન્ડિંગ સ્થળ પાસે રહીને કામ કરી રહ્યું છે. ચીનના રોવરના ઉલટ, પ્રજ્ઞાન ચંદ્રમા પર માત્ર એક દિવસ જ કામ કરી શકશે, ચંદ્ર પર એક દિવસ પૃથ્વીના 14 દિવસો બરાબર હોય છે. બીજી તરફ ચીનનું રોવર 2019 ની શરૂઆતથી અત્યાર સુધી કામ કરી રહ્યું છે. આગામી સમયમાં ચીન એક અન્ય મુન મિશન Chande-6 ચંદ્રના દુર હિસ્સામાં મોકલશે જે પહેલીવાર ત્યાંથી સૈંપલ એકત્ર કરવાના પ્રયાસો કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT