Chandrayaan News: ચંદ્ર પર ‘ભૂકંપ’ આવ્યો! વિક્રમ લેન્ડરે ચંદ્રમાની સપાટી પર હલચલ રેકોર્ડ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chandrayaan-3: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્ર પર પહોંચેલું વિક્રમ લેન્ડર સતત નવી શોધ કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર એક નવો પ્રયોગ કરી રહેવા વિક્રમ લેન્ડરે હવે ચંદ્ર પર કુદરતી કંપન અથવા હિલચાલની પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે.

ગુરુવારે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા, ISROએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડરને સપાટી પર ધરતીકંપની ગતિવિધિઓ રેકોર્ડ કરવામાં સક્ષમ ઉપકરણો સાથે ફીટ કરવામાં આવ્યું છે. આ સાધનોએ ગુરુવારે ચંદ્રની સપાટી પર ધરતીકંપની ગતિવિધિ રેકોર્ડ કરી હતી. વાસ્તવમાં, આ સાધનો પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સની પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવામાં સફળ થયા છે.

રોવર અને પેલોડમાં કંપન રેકોર્ડ

ISROએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ચંદ્ર પર સિસ્મિક એક્ટિવિટીની જાણ કરવા માટે મોકલવામાં આવેલ પ્રથમ માઈક્રો ઈલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ (MEMS) આધારિત ઉપકરણ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ધ લુનાર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડેએ ચંદ્રની સપાટી પર રોવર અને અન્ય પેલોડમાં કંપન રેકોર્ડ કરી છે.

ADVERTISEMENT

ILSA ચંદ્ર પર સ્પંદનો શોધે છે

ઉપકરણમાં 26 ઓગસ્ટની ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી, જે કુદરતી હોવાનું જણાય છે. જો કે, ઈસરોએ એમ પણ કહ્યું કે ઘટનાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. ISRO અનુસાર, ILSA નો ઉદ્દેશ્ય કુદરતી ધરતીકંપો, તેની અસરો અને કૃત્રિમ ઘટનાઓથી થતા સપાટીના કંપનોને માપવાનો છે.

ADVERTISEMENT

પ્લાઝ્મા કણોની પણ તપાસ કરવામાં આવી છે

આ પહેલા ઈસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્ર પર પ્લાઝ્મા કણોની તપાસ અંગે માહિતી આપી હતી. અવકાશ એજન્સીએ ત્યારબાદ કહ્યું કે, વિક્રમ લેન્ડર પરના અન્ય સાધન, મૂન બાઉન્ડ હાઇપરસેન્સિટિવ આયોનોસ્ફિયર અને એટમોસ્ફિયર પણ ઉપસ્થિત છે. જેણે ચંદ્રમાના દક્ષિણ ભાગની સપાટી પર પ્લાઝમા કિરણોની તપાસ કરી હતી. એકત્રિત કરવામાં આવેલ પ્રારંભિક ડેટા સૂચવે છે કે ચંદ્રની સપાટી પર પ્લાઝ્માનું પ્રમાણ અપેક્ષા કરતા ઓછું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT