Chandrayaan-3: લેન્ડિંગ બાદ વિક્રમે મોકલી પહેલી તસવીર, આવો દેખાય છે ચંદ્રનો દક્ષિણ ભાગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chandrayaan-3: ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરણ કર્યું છે, આ સાથે જ ભારતે દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. એવામાં લેન્ડર ‘વિક્રમે’ ચંદ્ર પર પહોંચતા જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. વિક્રમે લેન્ડ (Vikram Lander) થયા બાદની તસવીરો મોકલી છે. જેમાં ચંદ્ર પરની ઘરતી જોઈ શકાય છે. લેન્ડર અને MOX-ISTRAC બેંગલુરુ વચ્ચે કોમ્યુનિકેશન લિંક સ્થાપિત થઈ ગઈ છે અને આ તસવીરો લેન્ડરના હોરિઝોન્ટર વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે.

રોવર 2-4 કલાકમાં લેન્ડરમાંથી બહાર આવી જશે

ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે, રોવર પ્રજ્ઞાન બેથી ચાર કલાકમાં ‘વિક્રમ’ લેન્ડરમાંથી બહાર આવશે. તે લેન્ડિંગ સાઇટ પર ધૂળ કેવી રીતે જામે છે તેના પર નિર્ભર છે. આ પછી, ઇસરો ચાર્જેબલ બેટરી દ્વારા રોવરને જીવંત રાખવાનો પ્રયાસ કરશે. જો તે સફળ થશે તો આગામી 14 દિવસ સુધી રોવરનો ઉપયોગ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પૃથ્વીના 14 દિવસો મળીને ચંદ્રનો 1 દિવસ થાય છે. નોંધપાત્ર રીતે, ISRO બેટરી ચાર્જ કરીને રોવરને જીવંત રાખવાનો પ્રયાસ કરશે. જો આ સફળ થાય છે, તો આગામી 14 દિવસ માટે રોવરનો ઉપયોગ કરી શકાશે, જ્યારે ચંદ્રની સપાટી પર આગામી સૂર્યોદય શરૂ થશે.

ADVERTISEMENT

23 ઓગસ્ટની તારીખ સમજી-વિચારીને પસંદ કરાઈ

  • ચંદ્રયાન-3નું લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ તેમના મિશનને પાર પાડવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરશે.
  • ચંદ્ર પર 14 દિવસ માટે દિવસ છે અને આગામી 14 દિવસ માટે રાત છે, જો ચંદ્રયાન એવા સમયે ચંદ્ર પર ઉતરશે જ્યારે ત્યાં રાત હશે તો તે કામ કરી શકશે નહીં.
  • દરેક વસ્તુની ગણતરી કર્યા પછી, ISRO એ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે 23 ઓગસ્ટથી ચંદ્રનો દક્ષિણ ધ્રુવ સૂર્યથી પ્રકાશિત થઈ જશે.
  • ત્યાં રાત્રિનો 14 દિવસનો સમયગાળો 22મી ઓગસ્ટે પૂરો થાય છે
  • 23 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બરની વચ્ચે દક્ષિણ ધ્રુવ પર સૂર્યપ્રકાશ જોવા મળશે, જેની મદદથી ચંદ્રયાનનું રોવર ચાર્જ કરી શકશે અને પોતાનું મિશન પાર પાડી શકશે.

માઈનસ 230 ડિગ્રી તાપમાન

ઈસરોના પૂર્વ નિર્દેશક પ્રમોદ કાલેના જણાવ્યા અનુસાર, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન માઈનસ 230 ડિગ્રી સુધી જાય છે, આટલી કડકડતી ઠંડીમાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાનનું કામ કરવું શક્ય નથી. આ જ કારણ છે કે આ મિશન 14 દિવસ સુધી હાથ ધરવામાં આવશે જ્યારે દક્ષિણ ધ્રુવ પર પ્રકાશ હશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT