Chandrayaan 3: ચંદ્ર પર સુઇ રહેલા વિક્રમ અને પ્રજ્ઞાન માટે નવો પડકાર, પેદા થયો મોટો ખતરો

ADVERTISEMENT

Chandrayaan case 3
Chandrayaan case 3
social share
google news

Chandrayaan 3 : સોમનાથે કહ્યું કે, વિક્રમ લેંડર પોતાનું કામ ખુબ જ સારી કર્યા બાદ ચંદ્રમા પર ખુશીથી સુઇ રહ્યું છે. અંતરિક્ષ યાન સ્લીપ મોડમાં રહે છે, તો ચંદ્ર પર તેને નવા ખતરાનો સામનો કરવો પડી શકે છે.

ઇસરોને ઓગસ્ટ મહિનામાં ત્યારે મોટી સફળતા મળી, જ્યારે તેણે ચંદ્રયાન-3 ને સકુશળ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવી દીધુ. તેની સાથે જ ભારતનો 14 દિવસે મૂન મિશન પણ ચાલુ થઇ ગયું. ત્યાર બાદ ચંદ્રમા પર રાત થયા બાદ પ્રજ્ઞાન અને વિક્રમને ચંદ્ર પર સ્લીપ મોડમાં નાખી દીધું. જો કે રાત થયા બાદ સવારે પણ થઇ, જો કે એક્ટિવ નથી થઇ શક્યું. અનેક દિવસો વીતી ગયા બાદ હાલ ઇસરોના વૈજ્ઞાનિકોને આશા છે કે તે ગમે ત્યારે સક્રિય થઇ શકે છે. વિક્રમ અને પ્રજ્ઞાન ફરી એકવાર સક્રિય થઇ ચુકી છે.

વિક્રમ અને લેન્ડર ચંદ્રની સપાટી પર સુઇ રહ્યા છે

ઇસરો પ્રમુખ એસ.સોમનાથે કહ્યું કે, વિક્રમ લેન્ડર પોતાનું કામ ખુબ જ સારી રીતે કર્યા બાદ ચંદ્રમા પર ખુશીથી સુઇ રહ્યું છે. અંતરિક્ષ યાન સ્લીપ મોડમાં રહે છે, તો ચંદ્ર પર તેની સામે નવો ખતરો ઉભો થયો છે. તેના માટે નવી મુસિબત એવી છે કે, લેંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે. હવે ચંદ્રમા પર તેની સામે સૌથી મોટો ખતરો સુક્ષ્મ ઉલ્કાપિંડ પ્રભાવોનું છે. જે ચંદ્રની સપાટી પર બોમ્બવર્ષા કરતી રહે છે. એવામાં કોઇ મોટી અનહોની થવાનો ડર છે.

ADVERTISEMENT

હાલ બંન્ને સ્લિપમોડમાં જઇ ચુક્યા છે

ઇસરોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, આ બંન્ને (પ્રજ્ઞાન અને વિક્રમ) માઇક્રોમીટરોઇડ્સથી પ્રભાવિત થઇ શકે છે. જે ચંદ્રમાની સપાટી સાથે ટકરાતું રહે છે. જો કે એવું નથી કે ઇસરોને પહેલાથી તે અંગે માહિતી નહોતી મળી. પરંતુ તેને પહેલાથી જ માહિતી હતી અને અતીતમાં મિશનોને આ પ્રકારનું નુકસાન પણ ઉઠાવવું પડી ચુક્યું છે. તેમાં એપોલો અંતરિક્ષ યાનનો પણ સમાવેશ થાય છે.

સેન્ટર ફોર નેચરલ સાયન્સિઝના પ્રોફેસરે આપી માહિતી

મણિપાલ સેન્ટર ફોર નેચરલ સાયન્સિઝના પ્રોફેસર અને નિર્દેશક ડૉ પી.શ્રીકુમારે જણાવ્યું કે, ચંદ્ર પર કોઇ વાયુમંડળ અથવા ઓક્સિજન નથી. માટે અંતરિક્ષ યાનના ક્ષરણનો કોઇ ખતરો નથી. હાલ તે જોવું પડશે કે, ચંદ્રની ઠંડી રાતો ઉપરાંત અનેક સુક્ષ્મ ઉલ્કાપિંડને અંતરિક્ષ યાનને નુકસાન તો નથી પહોંચાડતું. જો કે ચંદ્ર પર કોઇ વાયુમંડળ નથી માટે સુર્ય તરફથી ખુબ જ રેડિએશનની બોમ્બમારી થઇ રહી છે. તેના કારણે કોઇ નુકસાન પણ થઇ શકે છે. અમે હજી સુધી માહિતી નથી મળી કારણ કે તેના સંબંધિત વધારે ડેટા નથી.

ADVERTISEMENT

ઇસરોના પ્રજ્ઞાન રોવરના જાગવાની હજી પણ આશા

અગાઉ ઇસરોના અધ્યક્ષ એસ.સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3 નું રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર સુઇ ગયું છે. જો કે તેની સ્લીપમોડમાંથી જાગવાની સંભાવનાથી ઇન્કાર કરી શકાય નહી. તેમણે કહ્યું કે, અંતરિક્ષ એજન્સી તે વાત સાથે સારી રીતે વાકેફ છે કે રોવર અને લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સુઇ ગયા. ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ્ય સોફ્ટ લેન્ડિંગ હતું અને ત્યાર બાદ આગામી 14 દિવસ સુધી પ્રયોગ કરાયેલા તમામ જરૂરી આવશ્યક ડેટા એકત્ર કરી લીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT