છોકરી હોસ્ટેલની યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવી BFનો મોકલતી! વોશરૂમમાં લગાવ્યો હતો કેમેરા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chandigarh Girls Hostel: ચંદીગઢથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાંથી એક છુપો કેમેરા મળી આવ્યો છે. જેના કારણે નહાતી વખતે યુવતીઓનો ખાનગી વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે હોસ્ટેલની એક યુવતી અને તેના બોયફ્રેન્ડ પર આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી યુવતી અને તેના બોયફ્રેન્ડને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

યુવતીએ હિટર પર કેમેરા જોયો અને ભાંડો ફૂટ્યો

મળતી માહિતી મુજબ, આ આખો મામલો ચંદીગઢના સેક્ટર 22નો છે, જ્યાં એક યુવતીએ નહાતી વખતે વોશરૂમમાં લગાવેલા ગીઝર પર છુપાયેલ કેમેરા જોયો. યુવતીએ તેને જોયો તો આખી હોસ્ટેલમાં હંગામો મચી ગયો. આ સમગ્ર મામલે હોસ્ટેલ સંચાલકે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીઓએ હોસ્ટેલમાં રહેતી એક યુવતી પર અન્ય યુવતીઓના સ્નાન કરવાનો વીડિયો બનાવીને તેના બોયફ્રેન્ડને મોકલવાનો આરોપ લગાવ્યો છે.

યુવક અને તેની GFને કસ્ટડીમાં લેવાયા

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યુવતી અને તેના બોયફ્રેન્ડને કસ્ટડીમાં લીધા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કેમેરા અને મહિલાનો મોબાઈલ સીએફએસએલ લેબમાં મોકલી આપ્યો હતો જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 354C, 509 અને IT એક્ટની 66 હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

અગાઉ ચંદીગઢ યુનિવર્સિટી પણ બની હતી ઘટના

તમને જણાવી દઈએ કે ગત વર્ષે મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં સેંકડો વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં રહેતી છોકરીઓના ખાનગી વીડિયો લીક થયા છે. પોલીસે આ કેસમાં એક વિદ્યાર્થી અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી. પોલીસના પ્રયાસો બાદ વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ સમાપ્ત કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT