અધ્યક્ષે મશીનથી નોટો ગણવાનું શરૂ કર્યું, સમગ્ર સદનમાં હસાહસી, મારા પર JPC ન બેસાડતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : બજેટ સત્રના આઠમા દિવસે બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ભાષણ દરમિયાન એવી પણ ઘણી ક્ષણો આવી જ્યારે સાંસદો હસતા પણ જોવા મળ્યા હતા. મોદી-શાહના વોશિંગ મશીન, હરિશ્ચંદ્રનો પણ ઉલ્લેખ જોવા મળ્યો હતો. ખડગેએ કવિતા પણ સંભળાવી હતી. સ્પીકર પણ કવિતા બોલતા જોવા મળ્યા હતા.

ખડગેએ કહ્યું પીએમ મારા મત વિસ્તારને પણ છોડવા નથી માંગતા
40 મિનિટના ભાષણ દરમિયાન ખડગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમણે અદાણી-પીએ મોદીના સંબંધો, અદાણીની ઝડપી કારકિર્દી અને તેમની કંપનીઓના વિકાસ અંગે ટિપ્પણી કરી હતી. ખડગેએ જણાવ્યું કે, પીએમ હંમેશા ચૂંટણી મોડમાં જોવા મળે છે. તેઓ મારા સંસદીય વિસ્તાર કલબુર્ગી ગયા હતા. ભાઇ, તમને મારો જ સંસદીય મતવિસ્તાર મળ્યો હતો અને સંસદીય વિસ્તારમાં 2-2 મિટીંગ કરી. ખડગે આટલું કહેતાની સાથે જ વડાપ્રધાન મોદી સહીત સમગ્ર સદન હસી પડ્યું હતું.

જગદીપ ધનખડેએ કહ્યું કે, કોઇ મશીનની વાત નથી કરી તમે મારા પર જેપીસી બેસાડશો
ત્યાર બાદ ખડગે અદાણી પર બોલી રહ્યા હતા, દરમિયાન તેમણે કહ્યું કે, એક માણસ 12 લાખ કરોડ પર કબજો કરીને બેઠો છે. JPC તપાસ કરાવો અને જો કાંઇ પણ સામે ન આવે તો અમે તેનું સન્માન કરીશું. જે અંગે અધ્યક્ષે કબજો શબ્દ પર વિરોધ વ્યક્ત કરતા ખડગેએ કહ્યું કે, જેપીસી બનાવો. અધ્યક્ષ ખુબ જ સારા વકીલ છે. હું તમને કેટલીક વાત કહું. તેઓએ મને કહ્યું હતું કે, શરૂઆતમાં તેઓ હાથથી પૈસા ગણતા હતા.જો કે પછીથી મશીનથી પૈસા ગણવાનું શરૂ કરવું પડ્યું હતું. જે અંગે અધ્યક્ષે કહ્યું કે, વકીલે જે કહ્યું તેને પ્રમાણિત કરવાની જરૂર નથી. હું હાથ જોડીને કહું છું કે, મે મશીનથી પૈસા ગણવાની વાત કરી નથી. જેપીસી મારા પર બેસાડશો. આટલું કહેતા ગૃહમાં હસાહસી જોવા મળી હતી. પીએમ પણ હસી પડ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT