Paper Leak Mafia ની હવે ખેર નહીં, મોટું પગલું ભરવાની તૈયારી મોદી સરકાર

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • પેપર લીક માફિયાઓ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ
  • પેપર લીકની સમસ્યાને ખતમ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
  • કેન્દ્ર સરકાર લોકસભામાં એક બિલ રજૂ કરશે

Bill Against Paper Leaks: દેશભરમાં વારંવાર થતાં પેપર લીક (Paper Leaks)ના મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર લોકસભામાં એક બિલ રજૂ કરવાની તૈયારી કરી છે. તેનું નામ પબ્લિક એક્ઝામિનેશન્સ (prevention of unfair means) બિલ છે. કેન્દ્રીય એજન્સીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યુનિવર્સિટીની પરીક્ષાઓ સહિત વિવિધ પરીક્ષાઓમાં થતી પેપર લીકની સમસ્યાને ખતમ કરવા માટે આ પ્રસ્તાવિત કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ જાહેર પરીક્ષાઓમાં સાયબર સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તકનીકી સમિતિની રચના કરવામાં આવશે. આ બિલ પબ્લિક એક્ઝામિનેશન (Prevention of Unfair Means) અનુસાર પેપર લીકના દોષિતો માટે કડક સજાની દરખાસ્ત છે.

10 વર્ષ સુધીની સજાની જોગવાઈ

નવા બિલમાં પેપર લીકના દોષિતોને 3 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આનાથી હજારો યોગ્ય સરકારી નોકરી ઇચ્છુક ઉમેદવારો અને વિદ્યાર્થીઓને સુરક્ષા મળશે, જેમને પેપર લીકના કારણે નુકસાન થાય છે અને તેમની વર્ષોની મહેનત વ્યર્થ જાય છે. સરકારનો ઈરાદો કોઈપણ પ્રકારના ઉમેદવારોઓને સજા કરવાનો ઈરાદો ધરાવતી નથી.

કાયદાના દાયરામાં આ પરીક્ષાઓ

કેન્દ્ર સરકારના આ પેપર લીક વિરોધી કાયદાના દાયરામાં આવતી પરીક્ષાઓમાં UPSC, SSC, RRB અને અન્ય સરકારો દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. તેમાં JEE, NEET અને CUET જેવી પ્રવેશ પરીક્ષાઓનો પણ સામેલ છે. હાલ જમાં રાજસ્થાન ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પેપર લીક માફિયાએ રાજ્યના લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે.

ADVERTISEMENT

પેપર માફિયાઓ પર લાગશે લગામ

કેન્દ્ર સરકારના આ કાયદાનો હેતુ સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક કરવામાં લાગેલા સંગઠિત ગેંગ સામે કડક કાર્યવાહી કરવાનો છે. આનાથી હજારો લાયક સરકારી નોકરી ઇચ્છુકો અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થશે કે જેઓ પેપર લીક થવાથી અથવા છેલ્લી ઘડીએ પરીક્ષાઓ રદ થવાને કારણે નુકસાન સહન કરે છે. ગયા અઠવાડિયે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો અને તેને મંજૂરી આપવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT