જૈનોની માંગણી અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્ય સરકારને કડક આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : જૈન સમુદાય દ્વારા પાલીતાણામાં હાલમાં જ થયેલા ઘટનાક્રમ અને સમ્મૈદશીખર મુદ્દે ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યુ છે. જેના કારણે જૈન સમુદાય ગુજરાત સરકાર, ઝારખંડ સરકાર અને કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમ્મૈદ શીખરને પવિત્ર સ્થળોના બદલે પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. જેનો જૈન સમુદાય વિરોધ કરી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઝારખંડમાં નિર્દેશ આપવામાં આવ્યો
જો કે હવે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને નિર્દેશ આપ્યો છે કે, આ વિસ્તારમાં પર્યાવરણમાં ખલેલ ન પડે તે પ્રકારે નિર્ણય કરવા માટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત પ્રાકૃતિની શાંતિમા ખલેલ ન પડે તે માટે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તમામ બિનકાયદેસર વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ
આ ઉપરાંત સરકાર દ્વારા માંસ, દારૂ અને બિનકાયદેસર વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઇ પણ સમુદાયની આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઇ પણ પ્રવૃતિ નહી થવા દેવા માટે કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારે જૈનોની માંગણીનો સરકારે આંશિક સ્વિકાર કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT