કેન્દ્રીય કર્મચારીઓને મળી મોટી ગીફ્ટઃ DAમાં 4 ટકાના વધારાને મળી મંજુરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારે મોટા સમાચાર આપ્યા છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારે મોટા સમાચાર આપ્યા છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. ડીએ અને ડીઆરમાં આ વધારો જાન્યુઆરી 2023થી લાગુ થશે. કેન્દ્રીય સરકારના કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયું છે. વધેલો દર જાન્યુઆરી 2023થી લાગુ થશે. આ સાથે કર્મચારીઓ અને પેન્શનધારકોને પણ એરિયર્સ મળશે. આ જાહેરાતથી સરકાર પર દર વર્ષે 12,815 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ 47.58 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. ડીએમાં આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો બાદ કરવામાં આવ્યો છે.
Breaking: ગુજરાતની અનેક જેલોમાં પોલીસનું બોડી વોર્ન કેમેરા સાથે ચેકીંગ, હર્ષ સંઘવીની બેઠક બાદ કાર્યવાહી
પગાર કેટલો વધશે?
પગારની વાત કરીએ તો જો કેન્દ્રીય કર્મચારીનો મૂળ પગાર 1,8000 રૂપિયા છે, તો 38 ટકાના હિસાબે 6,840 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. તે જ સમયે, DA 42 ટકા થયા પછી, કર્મચારીનું DA વધીને 7,560 રૂપિયા થઈ જશે. જો આપણે મહત્તમ મૂળભૂત પગાર પર નજર કરીએ, તો 56,000 રૂપિયાના આધારે મોંઘવારી ભથ્થું 21,280 રૂપિયા થાય છે. હવે જો ચાર ટકાના વધારાના હિસાબે જોવામાં આવે તો તે રૂ.23,520 પર પહોંચી જશે. આ કિસ્સામાં, લઘુત્તમ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને દર મહિને 720 રૂપિયા અને વાર્ષિક 8,640 રૂપિયાનો લાભ મળશે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતો બેહાલ, વરસાદને કારણે મોટાભાગના પાક નિષ્ફળ
ગત વખતે ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો
કેન્દ્ર સરકાર જાન્યુઆરીની શરૂઆતથી જુલાઈના અંત સુધી વાર્ષિક ધોરણે DA/DRમાં વધારો કરે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તેમાં વિલંબ થયો છે. છેલ્લા અર્ધ વર્ષમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. આ પછી કર્મચારીઓનું ડીએ 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT