કેન્દ્ર સરકારે ‘મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર’ પર મૂક્યો પ્રતિબંધ, દેશ વિરોધી ગતિવિધિઓ સામે કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Govt bans Muslim League Jammu Kashmir : કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ ગ્રુપ) પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે આ સંગઠન રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલ છે જેના કારણે UAPA હેઠળ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મસરત આલમ કોણ છે?

મસરત આલમ ભટ્ટ, જે 2019 થી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, તે કાશ્મીરી કટ્ટરપંથી અલગતાવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC) ના પ્રમુખ છે. તેમને 2021માં આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. 50 વર્ષીય મસરત આલમ પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આતંકવાદી ફંડિંગના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 2010 માં, કાશ્મીર ખીણમાં સામૂહિક જાહેર વિરોધમાં તેમની કથિત ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલમ વિરુદ્ધ 27 FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત તેના પર PSA હેઠળ 36 વખત કેસ નોંધવામાં આવ્યો છે. માર્ચ 2015માં મસરત આલમને મુક્ત કરવામાં આવ્યો હતો, જેણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સામે વિરોધ શરૂ કર્યો હતો, જે તે સમયે ભારતીય જનતા પાર્ટી સાથે શાસક ગઠબંધનમાં હતી.

    follow whatsapp

    ADVERTISEMENT