કંપનીની સફળતાની ઉજવણી, સ્ટેજ પર પટકાતા CEO નું ઘટના સ્થળે જ મોત
નવી દિલ્હી : હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટીમાં એક પ્રાઇવેટ કંપની વિસ્ટેક્સ એશિયાના કાર્યક્રમ દરમિયાન સીઇઓનું સ્ટેજ પર પડીને મોત થઇ ગયું. આ દુર્ઘટનાનો દર્દનાક વીડિયો…
ADVERTISEMENT
નવી દિલ્હી : હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટીમાં એક પ્રાઇવેટ કંપની વિસ્ટેક્સ એશિયાના કાર્યક્રમ દરમિયાન સીઇઓનું સ્ટેજ પર પડીને મોત થઇ ગયું. આ દુર્ઘટનાનો દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર કંપનીના સિલ્વર જ્યુબલી કાર્યક્રમનું આયોજન ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું હતું. સમારંભ દરમિયાન યુએસ બેઝ્ડ સીઇઓ સંજય શાહ (56) વર્ષ અને કંપનીના અધ્યક્ષ રાજુ દાતલા (52) એક લોખંડના પિંજરામાં ઉભા રહીને ગ્રાન્ડ એન્ટ્રી લઇ રહ્યા હતા. આ ક્રેનને ધીરે ધીરે સ્ટેજ પર ઉતરવાનું હતું. આ પિંજરામાં ફાયર વર્ક્સ પણ કરવામાં આવ્યું હતું. જો કે કંપનીનો આ કાર્યક્રમ ઉજવણીના બદલે ગમગીનીમાં ફેલાઇ ગયો હતો. લોકો દિગમુઢ બની ગયા હતા.
કેબલ તુટી જતા આખુ પિંજરૂ જ નીચે પટકાયું
મળતી માહિતી અનુસાર લોકોનું આ પિંજરુ 6 MM કેબલની મદદથી 25 ફુટની ઉંચાઇ પર લટકી રહ્યું હતું. પિંજરુ જ્યારે નીચે આવી રહ્યું હતું ત્યારે જ કેબલ તુટી ગયો અને એક તરફ પિંજરૂ લટકી ગયુંહ તું. ત્યાર બાદ બંન્ને અધિકારીઓ સ્ટેજ પર પટકાયા હતા. સંજય શાહ અને રાજુ દાતલાને તુરંત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જો કે સંજય શાહની ઇજા એટલી ગંભીર હતી કે તેમનો જીવ બચાવી શકાયો નહોતો. મળતી માહિતી અનુસાર રાજુ દાતલાની પણ સ્થિતિ ગંભીર છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, બંન્ને કેવી રીતે સ્ટેજ પર પછડાય છે અને ત્યાર બાદ હડકંપ મચી જાય છે.
ADVERTISEMENT
Vistex CEO Sanjay Shah dies in stage mishap during company’s silver jubilee celebrations in #Hyderabad pic.twitter.com/36OdNH0l9B
— Manish Pandey (@joinmanishpande) January 20, 2024
700 કર્મચારીની હાજરીમાં CEO પછડાતા નિપજ્યું મોત
આ રજત જયંતી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 700 કર્મચારી પહોંચ્યા હતા. કંપનીના એક અધિકારીની ફરિયાદ પર ફિલ્મ સિટીના ઇવેન્ટ મેનેજર વિરુદ્ધ અનેક કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના અનુસાર શાહ 15 ફુટની ઉંચાઇથી પટકાયા હતા. નીચે ફર્શ કોક્રીટની હતી. વિસ્ટેક્સ એક એલિનોઇસની કંપની છે.જે નાણા અંગેની રકમ પુરી પાડે છે.
ADVERTISEMENT