BREAKING NEWS: દારૂ કૌભાંડમાં હવે CM અરવિંદ કેજરીવાલની પૂછપરછ થશે, CBIએ મોકલ્યું સમન્સ

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: દિલ્હીમાં AAP vs BJPની લડાઈમાં દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. દિલ્હીમાં AAPની સરકારમાં સૌથી ચર્ચિત રહેલા દારૂ પોલિસી કૌભાંડમાં હવે તપાસનો રેલો અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે CBI દ્વારા લિકર પોલિસી મામલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ માટે કેજરીવાલને 16 એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા માટે કહેવાયું છે.

હવે આ અંગે આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહ આજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘અત્યાચારનો અંત જરૂર થશે. અરવિંદ કેજરીવાલને CBI દ્વારા સમન્સ આપવા મામલે સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.’

ADVERTISEMENT

નોંધનીય છે કે નવી લિકર પોલિસી મામલે સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પહેલાથી જ ધરપકડ કરી ચૂકી છે. તેમની સીબીઆઈએ 26 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સતત ભાજપ પર પ્રહાર કરાઈ રહ્યો છે. મનીષ સિસોદિયાની જેલમાં ED દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી. EDએ પૂછપરછ બાદ જેલથી જ મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. ઈડીએ મનીષ સિસોદિયાને રિમાન્ડ પર લઈને પણ પૂછપરછ કરી હતી. આ મામલે રાઉત એવન્યૂ કોર્ટમાં અરજી દાખલ કરીને જામીનની માંગણી કરાઈ હતી. પરંતુ કોર્ટે તેને મંજૂર નહોતી કરી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT