3000 કરોડનું કૌભાંડ: UTSના MD પર CBIએ નોંધ્યો કેસ, ઊંચા વ્યાજની લાલચ આપીને લોકો પાસે કરાવ્યું રોકાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ponzi scheme: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કોઈમ્બતુર સ્થિત યુનિવર્સલ ટ્રેડિંગ સોલ્યુશન્સ (UTS)ના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ રમેશ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કંપની પર પોન્ઝી સ્કીમ દ્વારા દેશભરના રોકણકારો સાથે રૂ.3000 કરોડની છેતરપિંડી આચરવાનો આરોપ છે.

કેરળમાં નોંધાયા છે 50 કેસ

ગૌતમ રમેશ વિરુદ્ધ તમિલનાડુ અને કેરળમાં છેતરપિંડીના અન્ય કેટલાક કેસ પણ નોંધાયેલા છે. કેરળ હાઈકોર્ટના આદેશ બાદ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. યુટીએસની બ્રાન્ચ તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં હતી. કંપની સામે કેરળમાં લગભગ 50 કેસ નોંધાયા છે. કંપનીએ સૌથી વધારે વ્યાજ દરની લાલચ આપીને લોકો પાસે રોકાણ કરાવ્યું હતું.

ઓનલાઈન જાહેરાતો દ્વારા આપ્યા વાયદા

FIRની નકલ અનુસાર, ઓક્ટોબરથી નવેમ્બર 2018 દરમિયાન આરોપીઓએ ઓનલાઈન જાહેરાતોમાં વાયદાઓ આપ્યા હતા કે જો કંપનીના શેર ખરીદવામાં આવે છે તો નફાના 10% દરેકને આપવામાં આવશે. જેના આધારે ફરિયાદીએ આરોપીના વિવિધ બેંક ખાતામાં રૂ.5 લાખ જમા કરાવ્યા હતા. આ પછી આરોપીઓએ ન તો જમાં કરેલી રકમ પરત કરી કે ન તો શેરનો લાભ આપ્યો. જ્યારે ફરિયાદીએ પૈસા પર માંગ્યા તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT