CBIએ મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું, દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ; ડેપ્યુટી સીએમએ કહ્યું- સત્યમેવ જયતે
દિલ્હીઃ સીબીઆઈએ સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને રાષ્ટ્રીય રાજધાનીમાં એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. સીબીઆઈ…
ADVERTISEMENT
દિલ્હીઃ સીબીઆઈએ સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને રાષ્ટ્રીય રાજધાનીમાં એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે તપાસ એજન્સીના મુખ્યાલયમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, મનીષ સિસોદિયાએ પણ CBIની પૂછપરછ અંગે ટ્વિટ કર્યું છે.
मेरे घर पर 14 घंटे CBI रेड कराई, कुछ नहीं निकला. मेरा बैंक लॉकर तलाशा, उसमें कुछ नहीं निकला. मेरे गाँव में इन्हें कुछ नहीं मिला.
अब इन्होंने कल 11 बजे मुझे CBI मुख्यालय बुलाया है. मैं जाऊँगा और पूरा सहयोग करूँगा.
सत्यमेव जयते.
— Manish Sisodia (@msisodia) October 16, 2022
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી લખ્યું છે કે મારા ઘરે 14 કલાક સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા, કંઈ બહાર આવ્યું નહીં. મારા બેંક લોકરની તપાસ કરી તેમાંથી પણ કંઈ બહાર આવ્યું નહીં. તેમને મારા ગામમાં કંઈ મળ્યું નથી, હવે તેઓએ મને કાલે 11 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. હું ત્યાં જઈશ અને સંપૂર્ણ સહકાર આપીશ. સત્યમેવ જયતે.
ADVERTISEMENT
તે જ સમયે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સિસોદિયાના ટ્વીટને રીટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના ઉંચા ઈરાદાઓને રોકી શકતા નથી, આ આઝાદીની બીજી લડાઈ છે. મનીષ અને સત્યેન્દ્ર આજના ભગતસિંહ છે. વધુમાં કહ્યું કે, 75 વર્ષ બાદ દેશને એક એવો શિક્ષણ મંત્રી મળ્યો, જેણે ગરીબોને સારું શિક્ષણ આપ્યું અને ઉજ્જવળ ભવિષ્યની આશા આપી. કેજરીવાલે આગળ લખ્યું, કરોડો ગરીબોની પ્રાર્થના તમારી સાથે છે.
जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये
ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है
75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी
करोड़ों ग़रीबों की दुआएँ आपके साथ है https://t.co/slc3lb1Mqp
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2022
ADVERTISEMENT
મની લોન્ડરિંગ કેસ સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર સંબંધિત છે. આમા દિલ્હીના નાયમ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્યને આરોપી દર્શાવાયા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા 11 એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરાયા છે. આ કાર્યવાહી પછીથી જ યોજના તપાસ હેઠળ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT