CCTV: એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી આવતી સ્કૂલ બસમાં SUV કાર ઘુસી ગઈ, 6 લોકોના દર્દનાક મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક્સપ્રેસ વે પર બસ અને TUV 300 કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. તે જ સમયે, ગંભીર રીતે ઘાયલ 8 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

રોંગ સાઈડમાં બસ આવતા કાર અથડાઈ
મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ક્રોસિંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હાઈવે પર રોંગ સાઈડથી આવી રહેલી હાઈસ્પીડ બસને અકસ્માતનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. હાઈવે પર રોંગ સાઈડથી સીએનજી લઈ જતી બસ આવી રહી હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ ગયા હતા. ત્યારપછી ફસાયેલી લાશને કટર વડે દરવાજો કાપીને બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ખાટુ શ્યામના દર્શને જતો પરિવાર મોતને ભેટ્યો
જણાવવામાં આવી રહ્યું છે કે, સ્કૂલ બસ ખાલી હતી અને રોંગ સાઈડથી આવી રહી હતી. તે જ સમયે કારમાં સવાર પરિવાર મેરઠથી દિલ્હી તરફ આવી રહ્યો હતો. પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જતો હતો. પરંતુ રોંગ સાઈડથી આવતી બસ સાથે કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે એક બાળક અને એક પુરુષને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT