G-20 સમિટ બાદ બધા નેતા પરત ફર્યા પણ કેનેડાના PM 3 દિવસથી ભારતમાં, ખરાબ પ્લેને આબરું ધૂળ ધાણી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Canadian PM Justin Trudeau: જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ કેનેડાના વડા પ્રધાનનું વિમાન ખરાબી થવાના કારણે G-20 સમિટ સમાપ્ત થયાના ત્રણ દિવસ પછી પણ ભારતમાં રોકાયા છે.

વાસ્તવમાં, જસ્ટિન ટ્રુડો G-20 સમિટમાં હાજરી આપીને ઘરે જવા રવાના થવાના હતા. પરંતુ પ્રી-ફ્લાઇટ ચેકિંગ દરમિયાન પ્લેનમાં ટેક્નિકલ ખામી સામે આવી હતી. જેના કારણે કેનેડિયન આર્મ્ડ ફોર્સે એરક્રાફ્ટ એરબસ CFC001ને ઉડતા અટકાવી દીધું હતું. કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળને ભારતથી પરત લેવા માટે બેકઅપ એરક્રાફ્ટ CFC002 આવી રહ્યું છે.

કેનેડિયન ન્યૂઝ વેબસાઈટ CTV અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે નવી દિલ્હીમાં રોકાયેલા CFC001 પ્લેનમાં ખામી સુધારવા માટે એક ટેકનિશિયન બેકઅપ પ્લેનમાં સ્પેરપાર્ટ્સ લઈને આવી રહ્યા છે. જો તે સ્પેરપાર્ટ કામ કરે અને પ્લેનનું સમારકામ થાય તો કેનેડાના વડા પ્રધાન અને તેમનું પ્રતિનિધિમંડળ મંગળવારે મોડી બપોર પછી જ કેનેડા જઈ શકશે.

ADVERTISEMENT

તે જ સમયે, ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, જસ્ટિન ટ્રુડો અને તેમના પ્રતિનિધિમંડળને પરત લાવવા માટે બેકઅપ પ્લેન અને દિલ્હીમાં રોકાયેલ પ્લેનના કેટલાક સ્પેરપાર્ટ્સ ભારત આવવાના છે. એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ટ્રુડો કાં તો બેકઅપ પ્લેનમાં કેનેડા જશે અથવા નવી દિલ્હીમાં રોકાયેલ પ્લેનનું સમારકામ થાય તેની રાહ જોશે. જોકે, અધિકારીએ એ સ્પષ્ટ કર્યું નથી કે ખામીયુક્ત વિમાનમાં કયો ભાગ બદલવાની જરૂર છે.

તે પહેલા પણ ઘણી વખત ખરાબ થઈ ચૂક્યું છે

જોકે, ટ્રુડોના પ્લેનમાં ખરાબી આવી હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા પણ ટ્રુડો અને તેમના ડેલિગેશનને એરક્રાફ્ટની ખામીને કારણે આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

ADVERTISEMENT

અગાઉ ઓક્ટોબર 2016માં પણ ટ્રુડોના પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને ટેકઓફના અડધા કલાક બાદ જ ઓટાવા પરત ફરવું પડ્યું હતું. તે સમયે જસ્ટિન ટ્રુડો કેનેડા-યુરોપિયન યુનિયન કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા બેલ્જિયમ જઈ રહ્યા હતા.

ADVERTISEMENT

ત્યારપછી ઓક્ટોબર 2019માં, ટ્રુડોનું વીઆઈપી પ્લેન હેંગરમાં લાવવામાં આવતી વખતે દિવાલ સાથે અથડાયું હતું. રોયલ કેનેડિયન એરફોર્સના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં પ્લેનનું નાક અને જમણા એન્જિનને નોંધપાત્ર નુકસાન થયું હતું, જેના કારણે પ્લેન ઘણા મહિનાઓ સુધી બંધ રહ્યું હતું.

ટ્રુડોએ ડિસેમ્બર 2019માં નાટો સમિટમાં હાજરી આપવા માટે બેકઅપ પ્લેનનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. જો કે લંડનમાં બેકઅપ પ્લેન પણ રોકી દેવામાં આવ્યું હતું. કારણ કે રોયલ કેનેડિયન ફોર્સે તે વિમાનમાં પણ ખામી શોધી કાઢી હતી.

બે દિવસમાં સુધારી શકાયો નથી

જસ્ટિન ટ્રુડો G-20 સમિટ પૂરી થયા બાદ રવિવારે રાત્રે ન્યુઝીલેન્ડથી રવાના થવાના હતા. પરંતુ કેનેડિયન સશસ્ત્ર દળોએ પ્રી-ફ્લાઇટ ચેકિંગ દરમિયાન બોર્ડમાં ટેક્નિકલ ખામીને કારણે એરક્રાફ્ટ CFC001ને ગ્રાઉન્ડ કરી દીધું હતું, જે રાતોરાત સુધારી શકાયું ન હતું. કેનેડાના ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ ડિફેન્સ (DND) કહે છે કે, પાર્ટ્સમાં જાળવણીની સમસ્યા છે અને તેને બદલવાની જરૂર પડશે. રક્ષા વિભાગે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, “તમામ મુસાફરોની સલામતી RCAF માટે અત્યંત મહત્વની છે અને પ્રી-ફ્લાઇટ સુરક્ષા તપાસ એ અમારા તમામ ફ્લાઇટ પ્રોટોકોલનો નિયમિત ભાગ છે.”

પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે: ટ્રુડોના પ્રેસ સેક્રેટરી

કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેકઅપ એરબસ CFC002 ભારતના રસ્તામાં છે. ફ્લાઇટ ટ્રેકિંગ સોફ્ટવેર અનુસાર, એરબસે રવિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 8 વાગ્યે CFB ટ્રેન્ટનથી રવાના થયું હતું. અને સોમવારે વહેલી સવારે ઈંગ્લેન્ડમાં રોકાયું. હાલમાં એરબસ CFC002 ભારત તરફ આવી રહ્યું છે. વડા પ્રધાન ટ્રુડોના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આવતીકાલે સવારે પ્રસ્થાન તરફ કામ કરી રહ્યા છીએ, પરંતુ પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે.

    follow whatsapp

    ADVERTISEMENT